ગુજરાતટોપ ન્યૂઝ

હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ : ગુજરાતમાં અડધોઅડધ સાંસદો કપાશે ?

Text To Speech

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો જવલંત વિજય થયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ જીતની ઉજવણીની સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવનાર છે. જેના પગલે ગુજરાતમાં સરકારના બોર્ડ નિગમ અને સંગઠનના ફેરફારમાં અવકાશ જોવાઈ રહ્યો છે. જો કે આ વચ્ચે ગુજરાતમાં અડધોઅડધ સીટીંગ સાંસદો કપાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

3 પાટીદાર નેતાનું કદ વધ્યું

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપના ત્રણ પાટીદાર નેતાઓનું રાષ્ટ્રીય ફલક પર કદ વધ્યું છે. લાંબા સમયથી ગુજરાત ભાજપના નેતાઓ જેની રાહ જોઈ રહ્યા છે તે સામાજિક ક્ષેત્ર સરકારી બોર્ડની નિગમોમાં ચેરમેન વાઇસ ચેરમેન અને ડાયરેક્ટરોની નિમણૂકની પ્રક્રિયા અને પ્રદેશ સંગઠનમાં ખાલી પડેલા પદો ઝડપથી થવાની ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી બાજુ આગામી લોકસભાની ચૂંટણીમાં 20 બેઠક પર નવા ચહેરા ઉતારવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

પહેલીવાર ગુજરાત બહાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રચાર કર્યો

ત્રણ દિવસમાં તેમણે આઠથી વધારે ચૂંટણીસભાઓ સંબોધી હતી. જે ભાજપને ફળી છે. જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતા છત્તીસગઢમાં ચૂંટણી પ્રભારી તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને જવાબદારી સોંપાઈ હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાનમાં ભાજપના સહપ્રભારી બનાવાયા હતા. આ બંને નેતાઓ પણ ચૂંટણી પરીણામોને અંતે સફળ રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. ત્રણેય નેતાઓ ઉપરાંત રાજ્ય સરકારમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરને ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશના આદિવાસી ક્ષેત્રો તેમજ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માને મધ્યપ્રદેશમાં ઓબીસી સમુહની વસ્તી ધરાવતા વિધાનસભા મતક્ષેત્રોની કમાન સોંપાઈ હતી. આથી, હિન્દી હાર્ટ લાઈનના ત્રણેય રાજ્યોમાં વિજયથી ગુજરાત ભાજપ સંગઠનનુ રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ ફરી એકવાર વધ્યુ છે.

Back to top button