- ચૂંટણી કમિશનર પી.ભારતીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
- આગામી દિવસોમાં દરેક જિલ્લામાં થશે EVMનું ફર્સ્ટ લેવલ ચેકીંગ
- આગામી તા.17થી મતદારયાદી સુધારણા ઝુંબેશ
લોકસભાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં આગામી તા.26ને મંગળવારે રાજકોટ સહિત રાજયના કલેકટરો અને અધિક કલેકટરોની તાલીમ ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવી છે. આ તાલીમ વર્ગ બાદ આગામી દિવસોમાં ઇવીએમ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે આગામી તા. 17થી મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવેલ છે.
ખાલી જગ્યાઓ ભરવા પત્ર લખાયો
આ પ્રથમ એક દિવસીય કોન્ફરન્સમાં ઈવીએમ ફટ લેવલ ચેકીગને લઇ વિશેષ તાલિમ આપવામા આવશે. 17 ઓકટોબરથી શરૂ થતા આખરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવયુ છે. આ મુદે રાજયના ચીફ સેક્રેટરીને પત્ર પાઠવીને મતદારયાદી સુધારણાને લઇને વિશેષ સુચનાઓ આપવામા આવી છે કે, મતદારયાદી સુધારણાની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા તાકીદ કરવામા આવી છે. આ ઉપરાંત વધુ સારી યાદી સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ આ દિવસો દરમિયાન રજા પર જઈ શકશે નહીં 17 ઓકટોબરથી 10 નવેમ્બર દરમિયાન દોઢ મહિનો મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલશે.
બીએલઓની તાલીમ પણ આ કાર્યક્રમમાં થશે
દર શનિ અને વિવારે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આગામી તા.28, 29 ઓકટોબર અને 4 અને 5 નવેમ્બર ખાસ ઝુંબેશ હાર ધરવામા આવશે. 5 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ મતદાર યાદીમાં નામ ઉમેરવા કે કમી કરવા સુધીની પ્રક્રિયાઓ લોકસભાની ચૂંટણી સુધી સ્થગિત થશે એટલે કે મતદારયાદી લોક થઈ જશે. આ ઉપરાંત મતદાર યાદીની સુધારણાની સાથોસાથ બીએલઓની તાલીમ સહિતની બાબતોને આવરી લેવામા આવી છે.