

કોંગ્રેસ અધ્યક્ષે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી સમિતિની રચના કરી છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત 16 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ચૂંટણીઓ માટે ઉમેદવારોની યાદીની ચર્ચા કરશે સમિતિ
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ વિકાસ થયો છે. સમિતિ પેટાચૂંટણીઓ સહિત કોઈપણ સંસદીય અથવા રાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની યાદીની ચર્ચા કરે છે અને તેને અંતિમ સ્વરૂપ આપે છે. ચૂંટણી સમિતિના અન્ય સભ્યોમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, AICC મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની અને મધુસૂદન મિસ્ત્રીનો સમાવેશ થાય છે.
આ રહ્યા ચૂંટણી સમિતિના સભ્યોના નામ
1. મલ્લિકાર્જુન ખડગે
2. સોનિયા ગાંધી
3. રાહુલ ગાંધી
4. અંબિકા સોની
5. અધીર રંજન ચૌધરી
6. સલમાન ખુર્શીદ
7. મધુસૂદન મિસ્ત્રી
8. એન. ઉત્તમ કુમાર રેડ્ડી
9. ટી એસ સિંઘ દેવ
10. કેજે જીઓગ્રે
11. પ્રીતમ સિંહ
12. મોહમ્મદ જાવેદ
13. અમી યાજ્ઞિક
14. પી એલ પુનિયા
15. ઓમકાર માર્કમ
16. કેસી વેણુગોપાલ