ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, રાજકોટ સહિતના જિલ્લા કલેક્ટર સાથે આયોગે યોજી બેઠક

Text To Speech

રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ સહિતના તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી સામેલ થયા હતા.

મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીની અધ્યક્ષતામાં આ વિડીયો કોન્ફરન્સ યોજાઈ

આ ચૂંટણીલક્ષી બેઠક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીની અધ્યક્ષતામાં આ વિડીયો કોન્ફરન્સ મારફત યોજાઈ હતી, જેમાં નવી મતદાર નોંધણી, ઇ.વી.એમ. મશીનના વેરહાઉસ, ચૂંટણી બુથ, બી.એલ.ઓ ટ્રેનિંગ, વોટર્સ કાર્ડ, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થનારા સૌ કોઈની ટ્રેનિંગ, મતદાન મથકો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ગોઠવવા, વગેરે બાબતો વિષે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

મતદાન માટે જાગૃતિ ફેલાવવાની અપાઈ સુચના
આ બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી દ્વારા નવા મતદારોમાં તમામ માધ્યમો દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની અને વોટર અવેરનેસ ફોરમની પ્રવૃત્તિને વેગ આપવા આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. પી. ભારતીએ રાજ્યભરના તમામ જિલ્લાઓની ચૂંટણીલક્ષી માહિતી સંબંધિત કલેકટર્સ પાસેથી મેળવી હતી અને જરૂરી આદેશો આપ્યા હતા.રાજ્યભરના તમામ જિલ્લાઓના કલેકટર્સ આ મિટિંગમાં ઓનલાઇન જોડાયા હતા. રાજકોટથી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, પ્રાંત અધિકારીઓ કે.જી. ચૌધરી,  કે.વી.બાટી,  જયેશ લીખીયા,  સંદીપ વર્મા, પ્રજ્ઞા ગોંડલીયા, એ.ડી. જોશી, વીરેન્દ્ર દેસાઇ, મામલતદારો તથા ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓ જોડાયા હતા.
Back to top button