અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્દઘાટન માટેની તૈયારીઓ પૂરજોશમાં
- બાળકો મહેમાનો માટે ‘લિટલ ટ્રેઝર્સ’ નામની પથ્થરોની ભેટો કરી રહ્યા છે તૈયાર
- વડાપ્રધાન મોદી દ્વારા આ BAPSના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે
અબુ ધાબી, 12 ફેબ્રુઆરી: સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં પથ્થરથી બનેલા પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ દરમિયાન, 100થી વધુ ભારતીય શાળાના બાળકો અહીં પત્થરોને રંગવામાં વ્યસ્ત છે. વાસ્તવમાં, આ ‘Tiny Treasures’ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહેલા તમામ મહેમાનોને ભેટ તરીકે આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં આ BAPSના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે, જે UAEમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે.
#WATCH | Visuals of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi.
Prime Minister Narendra Modi will inaugurate it on February 14. pic.twitter.com/l154agVh6J
— ANI (@ANI) February 12, 2024
#WATCH | Inside visuals of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. It will be inaugurated by Prime Minister Modi on February 14. pic.twitter.com/bS6s8bEqlp
— ANI (@ANI) February 11, 2024
દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રાહબા નજીક અબુ મુરેખામાં સ્થિત, BAPS હિન્દુ મંદિર અબુ ધાબીમાં આશરે 27 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે અને તે 2019થી નિર્માણાધીન છે. આ મંદિર માટે UAE સરકાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી મંગળવારથી UAEની બે દિવસની મુલાકાત લેશે અને 14 ફેબ્રુઆરીએ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે.
#WATCH | Visuals of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. It will be inaugurated by Prime Minister Modi on February 14. pic.twitter.com/udaOUkPpeK
— ANI (@ANI) February 11, 2024
નિર્દોષ બાળકો મહેમાનો માટે બનાવી રહ્યા છે ભેટો
બાળકો ત્રણ મહિનાથી દર રવિવારે મંદિરના સ્થળે “પથ્થર સેવા” કરે છે અને હવે આ “લિટલ ટ્રેઝર્સ” તરીકે ઓળખાતી ભેટોને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. 12 વર્ષની તિથિ પટેલ નામની બાળકી પોતાના રજાના સમયમાં પથ્થર સેવાની આ પ્રવૃત્તિ કરે છે જેનો તેણીને આનંદ છે.
તિથિ પટેલે આ વિશે જણાવે છે કે, “અમે મંદિરના સ્થળે બચેલા પથ્થરો અને નાના ખડકો એકઠા કર્યા હતા. પછી અમે તેને ધોઈને પોલિશ્ડ કર્યા હતા, ત્યારબાદ પ્રાઈમરનું એક સ્તર લગાવ્યું હતું અને પછી પેઇન્ટિંગ કર્યું હતું. દરેક ખડકની એક તરફ પ્રેરક પ્રતીક છે અને બીજી બાજુ મંદિરના કોઈ ભાગને ચિત્રિત કરવામાં આવ્યું છે.”
આ રવિવારે ગિફ્ટ બોક્સમાં પથ્થરો પેક કરનાર 8 વર્ષીય રેવા કારિયાએ જણાવ્યું હતું કે, તેમણે આ ભેટને “લિટલ ટ્રેઝર્સ” નામ આપ્યું છે કારણ કે બાળકોના નાના હાથથી આ ભેટ તૈયાર કરવામાં આવી રહી છે. હતા. તેણીએ વધુમાં કહ્યું કે, “આ પથ્થર મહેમાનોને ભવ્ય મંદિરની તેમની પ્રથમ મુલાકાતની યાદ અપાવે છે. મારા માટે આ પ્રવૃતિ ટીમ વર્ક, મિત્રો સાથે સપ્તાહની રજામાં બહાર નીકળવાનો અને સર્જનાત્મક કલાકૃતિનો અનુભવ છે. હું અહીં મારા માતા-પિતા સાથે આવું છું અને તેઓ અહી પ્રાર્થના પણ કરે છે.”
શરૂઆતના દિવસોમાં મુલાકાતીઓને પણ મળશે ભેટ
11 વર્ષીય અર્ણવ ઠક્કરે જણાવ્યું હતું કે, “પથ્થરો પર દોરવામાં આવેલી ડિઝાઇનએ શાંતિ, પ્રેમ અને સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે. જેને પાછળથી વાર્નિશ કરવામાં આવે છે, જેથી તે મંદિરની એક યાદગીરી તરીકે ઘણા વર્ષો સુધી ટકી રહે,” ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, “તેઓ આ પ્રવૃત્તિ થોડા મહિનાઓ સુધી ચાલુ રાખશે, જેથી મંદિરને જાહેર જનતા માટે ખોલવામાં આવે ત્યારે શરૂઆતના મહિનામાં મુલાકાતીઓને પણ આ ભેટ મળી શકે.”
2019થી મંદિર નિર્માણાધીન
દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા નજીક અબુ મુરેખામાં સ્થિત BAPS હિન્દુ મંદિર આશરે 27 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે અને તે 2019થી નિર્માણાધીન છે. આ મંદિર માટે યુએઈ સરકાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું. યુએઈમાં અન્ય ત્રણ હિન્દુ મંદિરો છે, જે બધા દુબઈમાં સ્થિત છે.
પીએમ મોદી બે દિવસની લેશે મુલાકાતે
વડાપ્રધાન મોદી મંગળવારથી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ 14 ફેબ્રુઆરીએ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમની મુલાકાત દરમિયાન PM મોદી અબુ ધાબીમાં ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. UAEમાં ઓછામાં ઓછા 35 લાખ ભારતીયો છે, જે ગલ્ફમાં ભારતીય વર્કફોર્સનો ભાગ છે.
આ પણ જુઓ: શું 400 વર્ષ જુના આ ત્રિપુર સુંદરી મંદિરમાં મૂર્તિઓ અરસપરસ વાતો કરે છે?