અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

World Yoga Dayને લઈને રાજ્યભરમાં તૈયારીઓ પુરજોશમા, અમદાવાદમાં આટલા લોકો કરશે યોગ

  • 21 જૂન એટલે ‘વિશ્વ યોગ’ દિવસ
  • વિશ્વ યોગ દિવસને લઈને અમદાવાદમાં તૈયારીઓ પુરજોશમા
  • યોગનો રાજય કક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાશે
  • અમદાવાદના વિવિધ 8 આઇકોનીક સ્થળો પર કરાયુ આયોજન
  • ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતના વિવિધ આયોજનો પણ કરાશે
  • અમદાવાદ જિલ્લાના કુલ 2,257 સ્થળોએ કરાશે ઉજવણી
  • સાબરમતી રિવરફ્રન્ટ પર 2000 લોકો કરશે યોગ

yogaday
તારીખ 21 જૂન, 2023ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે આ વર્ષે રાજય કક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાનાર છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવશે. આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.એ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વિન્ટેજ વિલેજ કાર મ્યુઝિયમ- દાસ્તાન ફાર્મ ખાતે યોજાશે. જેમાં અંદાજે 3450 લોકો સામૂહિક યોગ કરશે.

yogaday-hdnews-3

 

અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે 2000 લોકો કરશે યોગ 

આજ રીતે અમદાવાદ શહેરમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે 2000 લોકો યોગ કરે તેવુ આયોજન કરાયું છે. સાથો-સાથ અમદાવાદના આઇકોનીક સ્થળો એવા શહેરના ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સાયન્સ સીટી, IIM, અટીરા તથા ઈસરો ખાતે શહેરીજનો સામૂહિક યોગ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

yoga-hdnews6

 

યોગ પ્રત્યે લોક જાગૃતિ વધે તે માટે કરાશે પ્રયાસ

કલેક્ટરએ જણાવ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષે ખાસ અમદાવાદના અમૃત સરોવરો ખાતે યોગાસનોની પ્રસ્તુતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ, પંચાયત, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ યોગ પ્રત્યે લોક જાગૃતિ વધે તે માટે પ્રયાસ કરશે.

yoga-5-hdnews

અમદાવાદના 4.30 લાખથી વધુ નાગરિકો ભાગ લેશે

વિશ્વ યોગ દિવસ 2023માં સહભાગી થવા માટે અમદાવાદના નાગરિકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે 4.30 લાખથી વધુ નાગરિકોએ યોગ દિનની ઉજવણીમાં સહભાગી થાય તેવી શકયતા છે. હાલમાં પણ નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લાભરની શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક અને પેટા આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ મથકો, જિલ્લા તાલીમ અને રોજગાર કચેરી, ગુજરાત યુનિવર્સિટી પરિસર સહિત અનેક સ્થળોએ સામુહિક યોગનું આયોજન કરવામાં આવનાર છે.

yoga-2-hdnews

BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ થશે સહભાગી

યોગ દિવસની આ ઉજવણીને ભવ્યાતિભવ બનાવવા માટે એક સપ્તાહ સુધી વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં પ્રભાત ફેરીનું, શૈક્ષણિક સમય દરમિયાન યોગ અંગેના નિબંધ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, પ્લે કાર્ડનું આયોજન પણ કરાયું છે. ગૃહ વિભાગ દ્વારા બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજનમાં આર્ટ ઓફ લિવિંગ, પતંજલી યોગ કેન્દ્રો, લકુલેશ યોગ યુનિવર્સીટી, BAPS સ્વામિનારાયણ સંસ્થા, બ્રહમાકુમારી એસ.એ.જી, યોગ ઇંસ્ટ્રક્ટર વગેરેનો સહયોગ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો: ડિજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત પોલીસનું વધુ એક નકકર કદમ, તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરાઈ

 

Back to top button