https://humdekhenge.in/ahmedabad-metro-rail-project-trial-of-metro-train-from-gyaspur-depot-to-motera-station/અમદાવાદમાં મેટ્રો ટ્રેન આગામી નવરાત્રીમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે તો કોરિડોર-૨માં થલતેજથી વષાાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું રૂપિયા 25 હશે.અલગ અલગ સ્ટેશનની ટિકિટ રૂ 5, 10, 15, 20 અને 25 હશે.
ટૂંક સમયમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે
અમદાવાદીઓને આ નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ગીફટ મળશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. જેને લઈ હવે ટૂંક સમયમાં જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટેરા સ્ટેડિયમ અને થલતેજથી વષાાલ સુધી આ સેવ શરૂ થશે.
ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં ઉત્તર અને દક્ષિણ તેમજ પૂર્વ અને પશ્ચિમ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો. જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે. જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.