ગુજરાતમાં બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે, જાણો ક્યા પવન સાથે વરસાદ ખાબકશે
- રાજ્યમાં 11થી 15 મે સુધી કમોસમી વરસાદની આગાહી
- 13 મે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી
- બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે
ગુજરાતમાં બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. જેમાં રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. તેમાં 13 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. જેને લઈને 11 મે બાદ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
રાજ્યમાં 11થી 15 મે સુધી કમોસમી વરસાદની આગાહી
અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ વરસાદ પડી શકે છે. રાજ્યમાં 11થી 15 મે સુધી કમોસમી વરસાદની આગાહી છે. તેમાં ગુજરાત પાસે 4 સિસ્ટમ થતાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમાં મધ્ય, દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં 11 મેના તાપી, ડાંગ, વલસાડ, નર્મદા અને નવસારીમાં વરસાદની આગાહી છે. તથા 12 મેના અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, તાપી, ડાંગ, વલસાડ, નર્મદામાં વરસાદની શકયતા છે.
વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ વરસશે
રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબ સાગર પર એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. 11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ વરસશે. જ્યારે, 12 મેના અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદી માહોલ રહશે.
13 મે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી
13 મે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ અમદાવાદ 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેમ જણાવ્યું હતું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 10 થી 14 મે વચ્ચે ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારુ રહેશે.