ટોપ ન્યૂઝવર્લ્ડ

પ્રેમદાસા બની શકે છે શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ, ગોટાબાયા રાજપક્ષે રાજીનામા પર કર્યા હસ્તાક્ષર

શ્રીલંકાની મુખ્ય વિપક્ષી પાર્ટી તેના નેતા સાજીથ પ્રેમદાસાને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે નોમિનેટ કરશે. રાષ્ટ્રમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે 20 જુલાઈએ સંસદમાં ચૂંટણી યોજાશે. શ્રીલંકાના વિરોધ પક્ષના એક અધિકારીએ મંગળવારે રોઇટર્સને જણાવ્યું હતું. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે શ્રીલંકાના વર્તમાન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે પોતાના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાજીનામાના પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. શ્રીલંકા સ્થિત ડેઈલી મિરરના સમાચાર અનુસાર રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ 13 જુલાઈના રોજ રાજીનામા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંસદના સ્પીકર આવતીકાલે એટલે કે બુધવારે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી શકે છે.

શ્રીલંકા પર સંકટ

રાષ્ટ્રપતિએ રાજીનામા પર હસ્તાક્ષર કર્યા છે અને તેને એક વરિષ્ઠ સરકારી અધિકારીને સુપરત કર્યા છે, જે તેને સંસદના અધ્યક્ષને સોંપશે. સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધને આવતીકાલે ગોટાબાયા રાજપક્ષેના રાષ્ટ્રપતિ પદને સમાપ્ત કરવા માટે જાહેર જાહેરાત કરશે.

શ્રીલંકાની મુખ્ય વિપક્ષી પાર્ટી તેના નેતા સાજીથ પ્રેમદાસાને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે નોમિનેટ કરશે. મુખ્ય વિપક્ષ સામગી જન બલવેગયા (SJB) એ સોમવારે કહ્યું હતું કે તે દેશમાં સ્થિરતા લાવવા માટે આગામી સરકારનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે અને આ પગલા સામે સંસદમાં કોઈપણ વિરોધને “વિશ્વાસઘાત કૃત્ય” તરીકે જોવામાં આવશે. પ્રેમદાસાએ બીબીસીને જણાવ્યું કે તેમની પાર્ટી અને સાથી પક્ષો સંમત થયા છે કે જો રાષ્ટ્રપતિ પદ ખાલી પડે, તો “મારે તેમને નોમિનેટ કરવા જોઈએ.” પ્રેમદાસા 2019માં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા. જો કે, આ વખતે તેમને ચૂંટણી જીતવા માટે શાસક ગઠબંધનના સાંસદોના સમર્થનની જરૂર પડશે.

Back to top button