Preity Zinta ગુલાબી નેટ ફ્રોક પહેરીને બેડ પર કૂદતી જોવા મળી, અભિનેત્રીએ શેર કરી પોસ્ટ


Preity Zinta : આ દિવસોમાં સેલેબ્સને બાર્બી બનવાનું ઝનૂન છે. જેમાં પ્રીતિ ઝિન્ટાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી બાર્બી જેવી જોવા મળે છે. પ્રીતિ ઝિંટાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે બાર્બી જેવા ગુલાબી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં પ્રીતિ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
અભિનેત્રીનો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાના વીડિયોમાં તે એક રૂમમાં જોવા મળી રહી છે જે રૂમ પૂરે પૂરો પિંક છે. પડદાથી લઈને બેડશીટ સુધી, રૂમની દરેક વસ્તુને પિંક ટચ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ટ્રોલ થઈ સારા અલી ખાન, એક્ટ્રેસનું વોક જોઈને યુઝર્સે કહ્યું ઓવરએક્ટિંગ…
લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ નેટ પિંક કલરનું ફ્રિલ સ્ટ્રેપલેસ ફ્રોક પહેર્યું છે. તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. એટલું જ નહીં અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ફૂટવેરનું પણ ધ્યાન રાખ્યું છે. ગુલાબી ફ્રોક સાથે, પ્રીતિએ સિલ્વર બેલી પહેરી છે, જે બાર્બી જેવી જ છે. વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
View this post on Instagram
અભિનેત્રી બેડ પર અહી-ત્યાં કૂદી રહી છે અને અલગ-અલગ પોઝ આપી રહી છે. પ્રીતિ ઝિન્ટાના આ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. અહીં સુધી કે લોકો અભિનેત્રીને ભારતીય બાર્બી કહીને બોલાવે છે. પોતાના લૂકને થોડો ઓલ્ડ લૂક આપવા માટે પ્રીતિએ જૂના ફોનનો ઉપયોગ પણ કર્યો છે.
આ પણ વાંચો : આયુષ્માન ખુરાના-અનન્યા પાંડેની ‘Dream Girl 2’નું ફની ટ્રેલર રિલીઝ