ટ્રેન્ડિંગમનોરંજન

કોંગ્રેસ પર ભડકી પ્રીતિ ઝિન્ટા, લોન માફીના ફેક ન્યુઝ ફેલાવવા બદલ જાણો શું કહ્યું?

  • તાજેતરમાં વડાપ્રધાન વિશે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પછી પ્રીતિ ઝિન્ટા વિશે વધુ એક વિવાદ ઘેરો બન્યો છે

25 ફેબ્રુઆરી, મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ફરી એકવાર હેડલાઈન્સમાં છે. તાજેતરમાં વડાપ્રધાન વિશે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પછી તેના વિશે વધુ એક વિવાદ ઘેરો બન્યો છે. આ વિવાદ તેના 18 કરોડ રૂપિયાની લોન માફી અંગે ફેલાતા સમાચારને લઈને છે. હવે પ્રીતિ ઝિન્ટાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને તેના વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા તેણે કહ્યું, તમને નકલી સમાચાર ફેલાવતા શરમ આવવી જોઈએ.

પ્રીતિએ કોંગ્રેસ પર ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો

અભિનેત્રીએ તેના x હેન્ડલ પર કેરળ કોંગ્રેસની પોસ્ટનો જવાબ આપ્યો જેમાં એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રીતિ ઝિન્ટાની 18 કરોડની લોન માફ કરવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે પ્રીતિ ઝિન્ટાના સોશિયલ મીડિયાનું સંચાલન કેન્દ્રની ભાજપ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. કેરળ કોંગ્રેસની આ પોસ્ટ બાદ અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાના એક્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ પર ભડકી પ્રીતિ ઝિન્ટા, લોન માફીના ફેક ન્યુઝ ફેલાવવા બદલ જાણો શું કહ્યું? hum dekhenge news

પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાતે ઓપરેટ કરૂં છું. નકલી સમાચારોને પ્રોત્સાહન આપવા બદલ તમને શરમ આવે છે! કોઈએ મારા માટે કે લોન માફીને લઈને કંઈ કર્યું નથી. મને આઘાત લાગ્યો છે કે કોઈ રાજકીય પક્ષ અથવા તેનો પ્રતિનિધિ નકલી સમાચારોને પ્રોત્સાહન આપી રહ્યો છે અને મારા નામ અને ફોટાનો ઉપયોગ કરીને બોગસ સમાચાર ફેલાવે છે.

તેની બીજી પોસ્ટમાં તેણે લખ્યું છે કે મારા વિશે ઘણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, ભગવાનનો આભાર કે હું સોશિયલ મીડિયા પર તેના વિશે વાત કરી શકું છું. મેં મારી કારકિર્દી દરમિયાન ઘણી વખત મારા વિશે ખોટા સમાચાર ફેલાતા જોયા છે,, પરંતુ કોઈએ સ્પષ્ટતા પૂછવાની કે માફી માંગવાની શિસ્ત પણ દર્શાવી ન હતી. હું કોર્ટમાં ગઈ, કેસ પણ લડ્યા, ઘણા પૈસા ખર્ચ્યા, જે હજુ પણ ચાલુ છે. મને લાગે છે કે હવે તેની સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.

તેણે ખોટા સમાચાર ફેલાવનારાઓને કહ્યું કે જો તમે મારી પ્રતિષ્ઠાને મહત્વ નહીં આપો, તો હું પણ તમારી પ્રતિષ્ઠાને માન આપીશ નહીં. મેં મારી છબી ઘણા વર્ષોની સખત મહેનત કરીને બનાવી છે. તો જો કોઈને તેને ઠેસ પહોંચાડવાની હિંમત કરી તો હું ચૂપ નહીં બેસુ.

આ પણ વાંચોઃ છાવાના ડિરેક્ટરે કાન્હોજી-ગણોજીના વંશજોની માફી માંગી, માનહાનિ કેસની ધમકી મળી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button