પ્રીતિ ઝિન્ટાએ પતિ-બાળકો સાથે હટેશ્વરી માતાના કર્યા દર્શન ,પતિને આપી આ ખાસ ભેટ


બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પતિ જીન ગુડઈનફ અને તેના બાળકો સાથે ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં પ્રીતિ તેના આખા પરિવાર સાથે શિમલામાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ દરમિયાન તેઓ શિમલાના હટેશ્વરી માતાના મંદિરે પહોંચ્યા અને આશીર્વાદ પણ લીધા.
પ્રીતિ ઝિન્ટાએ હટેશ્વરી માતાના દર્શન કર્યા
પ્રીતિ ઝિન્ટાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પતિ અને તેના બાળકો સાથે મંદિરના ગેટ પર ઉભી જોવા મળી રહી છે. પીળા સૂટમાં પ્રીતિ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે સોનેરી રંગના સ્કાર્ફથી માથું ઢાંક્યું છે. પ્રીતિના પતિએ બ્લેક શર્ટ અને મેચિંગ પેન્ટ પહેરેલું જોવા મળે છે. તેમના ખોળામાં તેઓના બાળકો હતા.
View this post on Instagram
પ્રીતિના પરિવારે તેના પતિને એક ખાસ ભેટ આપી
આ સિવાય પ્રીતિ ઝિંટાએ પતિ જીન ગુડનફ સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે જીન પરંપરાગત હિમાચલી કેપ પહેરેલી જોવા મળે છે. પ્રીતિએ જણાવ્યું કે તેણે આ કેપ તેના પતિને ફેમિલી ગિફ્ટ તરીકે આપી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે તમારા પતિ તમારી સાથે પહેલીવાર ઘરે આવે છે અને પરિવાર તેમને પરંપરાગત હિમાચલી કેપ ભેટમાં આપે છે.’