ડોનાલ્ડ ટ્રમ્પે એવો નિર્ણય લીધો કે પ્રેગ્નન્ટ મહિલાઓ હોસ્પિટલ તરફ દોડવા લાગી, જાણો કેમ છે ડરનો માહોલ
અમેરિકા, 23 જાન્યુઆરી 2025 : સોમવારે અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા હતા ત્યારે જન્મના આધારે નાગરિકતા અંગેના અમેરિકાના પ્રમુખના નિર્ણયથી ગર્ભવતી મહિલાઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. અમેરિકાની નાગરિકતા ન મળવાની ચિંતા એટલી સતાવી રહી છે કે મહિલાઓ પોતાનો અને બાળકનો જીવ જોખમમાં મૂકીને 20 ફેબ્રુઆરી પહેલા પ્રિમેચ્યોર ડિલિવરી કરાવવા તૈયાર છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઘણા અમેરિકન પુખ્ત વયના લોકો આ નિર્ણયની વિરુદ્ધ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા, ન્યુ જર્સીના ડૉ. ડી રામાએ જણાવ્યું કે તેમને વહેલી ડિલિવરી માટે આવતી રિક્વેસ્ટની સંખ્યાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આમાંની મોટાભાગની ભારતીય મહિલાઓ એવી છે જે ગર્ભાવસ્થાના 8મા કે 9મા મહિનામાં છે. તે બધા 20 ફેબ્રુઆરી પહેલા સી-સેક્શન કરાવવા માંગે છે. ખાસ વાત એ છે કે તેમાં ઘણી મહિલાઓચો એવી પણ છે જેમની ડિલિવરીને હજુ મહિનાઓ બાકી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
ફક્ત નુકસાન જ થશે
ડૉ. રામાએ અખબારને જણાવ્યું, ‘સાત મહિનાની ગર્ભવતી મહિલા તેના પતિ સાથે આવી હતી અને સમય પહેલા ડિલિવરી કરાવવા માંગતી હતી. તેમની ડિલિવરી માર્ચમાં થવાની છે. 20 ફેબ્રુઆરી પછી, જે માતાપિતા યુએસ નાગરિક નથી અથવા ગ્રીન કાર્ડ ધારક નથી તેમના બાળકોને આપમેળે નાગરિકતા મળશે નહીં.
ટેક્સાસના ડોક્ટર એસજી મુક્કલે કહ્યું, ‘હું કપલને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જો પ્રિ ટર્મ ડિલિવરી શક્ય હોય તો પણ તે માતા અને બાળક માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.’ તેના પરિણામોમાં અવિકસિત ફેફસાં, ઓછું વજન, ન્યુરોલોજીકલ સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસમાં તેમણે આવા 15 થી 20 કપલ સાથે વાત કરી છે.
માર્ચમાં બાળકને જન્મ આપવાની યોજના બનાવી રહેલી એક મહિલાએ અખબારને કહ્યું: “અમે છ વર્ષથી અમારા ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છીએ.” અમારા પરિવારમાં સ્થિરતા લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. અમે ડરી ગયા છીએ. 8 વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે અમેરિકા આવેલા એક વ્યક્તિએ અખબારને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના સમાચાર સાંભળીને તે અને તેની પત્ની દુઃખી થયા છે.
તેમણે કહ્યું, ‘અમે વિચાર્યું હતું કે અમે શરણાર્થી બનીશું, પરંતુ પછી મારી પત્ની ગર્ભવતી થઈ અને અમારા વકીલે કહ્યું કે અમે અમારા બાળક દ્વારા સીધા નાગરિકતા મેળવી શકીશું.’
ડોનાલ્ડ ટ્રમ્પના પગલા સામે મુકદ્દમો દાખલ
મંગળવારે અમેરિકાના 22 રાજ્યોના એટર્ની જનરલોએ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર સામે દાવો દાખલ કર્યો છે જે 100 વર્ષ જૂના ઇમિગ્રેશન નિયમને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે જે દેશમાં જન્મેલા કોઈપણ વ્યક્તિને સ્વચાલિત નાગરિકતા આપે છે.
આ નિયમ હેઠળ, જો કોઈ વ્યક્તિ અમેરિકામાં જન્મે છે, તો તેને જન્મથી જ અમેરિકન નાગરિકતા મળશે, ભલે તેના માતાપિતા બીજા દેશના હોય.