પ્રેગનન્ટ દીપિકા પતિ સાથે વોટિંગ કરવા આવી, હાથ પકડીને રણવીરે ભીડ પાર કરાવી


- અક્ષય કુમાર, જ્હાનવી કપૂર, વરુણ ધવન, અનિલ કપૂર જેવા અનેક સ્ટાર્સની વચ્ચે પ્રેગનન્ટ દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે વોટ આપવા પહોંચી હતી. બંનેને જોતા જ મતદાન કેન્દ્ર પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી
20 મે, મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાનુ વોટિંગ આજે છ રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર થઈ રહ્યું છે. સવારથી જ લોકો મતદાન કરવા પહોંચી ચૂક્યા છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું, જે સાંજે 6 સુધી ચાલશે. આજે મુંબઈમાં પણ મતદાન હોવાના કારણે બોલિવૂડ સ્ટારની મહેફિલ જાણે મતદાન કેન્દ્રો પર જોવા મળી છે. સ્ટાર્સ પોતાના પોલિંગ બૂથ પર પહોંચીને વોટ આપી રહ્યા છે. અક્ષય કુમાર, જ્હાનવી કપૂર, વરુણ ધવન, અનિલ કપૂર જેવા અનેક સ્ટાર્સની વચ્ચે પ્રેગનન્ટ દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે વોટ આપવા પહોંચી હતી. બંનેને જોતા જ મતદાન કેન્દ્ર પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.
હિન્દી ફિલ્મના સિતારા મતદાન માટે પહોંચ્યાઃ જૂઓ અહીં વીડિયોઃ
સારે સિતારે જમીં પર?…નો-નો, મતદાન ઉત્સવ મેં
રણવીર અને દીપિકા સાથે વોટ આપવા પહોંચ્યાં
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંને સફેદ શર્ટ અને બ્લૂ જીન્સમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યાં હતાં. એટલું જ નહીં આ દરમિયાન પ્રેગનન્ટ દીપિકાના તેના બેબી બમ્પને તેના ઢીલા શર્ટ વચ્ચે છુપાવતી જોવા મળી હતી. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રણવીર સિંહ હંમેશની જેમ એક કેરિંગ પતિની જેમ પત્નીનો હાથ પકડીને તેને ભીડમાંથી બહાર કાઢી રહ્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી હંમેશની જેમ કમાલની દેખાઈ રહી હતી.
View this post on Instagram
રણવીર અને દીપિકાની ફિલ્મો
ખૂબ જ જલ્દી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેઈનમાં સાથે જોવા મળશે. અભિનેત્રી હાલમાં આ ફિલ્મનું શૂટિંગ પુરુ કરી રહી છે. આ ફિલ્મમાં તે મહિલા પોલીસ અધિકારીના પાત્રમાં છે અને તેનો એક્શન અવતાર જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ છે. રણવીર સિંહ ફરી વખત સિંબાની ભૂમિકામાં જોવા મળશે. ‘સિંઘમ અગેઈન’ના સેટ પરથી દીપિકાની બેબી બમ્પની તસવીર વાયરલ થઈ હતી.
આ પણ વાંચોઃ યામી ગૌતમને ત્યાં પારણું બંધાયું, પુત્રને આપ્યું વિશિષ્ટ નામ!