ગુજરાતવાયબ્રન્ટ ગુજરાત સમિટ

ગાંધીનગરમાં હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ ફોર ઓલ પર પ્રી-સમિટ યોજાશે

ગાંધીનગર, 03 જાન્યુઆરી 2024: આગામી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શુક્રવાર, 5 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ફોર ઓલ’ વિષય પર પ્રી-સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ હિતધારકો હાજર રહેશે.આ કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સત્રથી થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી રૂષિકેશ પટેલ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કમિશનર અને સચિવ હર્ષદ પટેલ હાજરી આપશે.

પહેલું પ્લેનરી સત્ર મેડિકલ ડિવાઈસીસ સેક્ટર વિષય પર યોજાશે
આ કાર્યક્રમમાં ત્રણ પ્લેનરી સત્રો યોજાશે. પહેલું પ્લેનરી સત્ર પ્રમોટીંગ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઈસીસ સેક્ટર વિષય પર યોજાશે. આ સત્ર, API અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, બલ્ક ડ્રગ અને મેડિકલ ડિવાઇસીસ પાર્ક અને વ્યૂહરચનાઓ પર વિચારણા કરવા માટે ઉદ્યોગ નિષ્ણાંતોને એક મંચ પર લઇને આવશે, જેથી આ ક્ષેત્રોને પ્રમોટ કરી શકાય અને હેલ્થકેર ઇકોસિસ્ટમનો વિસ્તાર કરી શકાય. આ સત્રનું સંચાનલ ઝાયડસ લાઈફ સાયન્સીસના કોર્પોરેટ અફેર્સના ચીફ અને સ્ટ્રેટેજિક એડવાઇઝર ડૉ. સુનીલ પારેખ કરશે, અને તેના પેનલિસ્ટ્સમાં ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ રવીન્દ્ર પ્રતાપ સિંઘ, યુએસ એફડીએના કન્ટ્રી ડાયરેક્ટર ડો. સારાહ મેકમુલન, IDMAના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિરંચી શાહ, કોનકોર્ડ બાયોટેક લિ.ના ચેરમેન સુધીર વૈધ અને મેરિલ લાઇફસાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ વિવેક શાહનો સમાવેશ થાય છે.

બીજું પ્લેનરી સત્ર આરોગ્યસંભાળમાં પરિવર્તન લાવતી ટેક્નોલોજી પર હશે
બીજું પ્લેનરી સત્ર આરોગ્યસંભાળમાં પરિવર્તન લાવતી ટેક્નોલોજી પર હશે, જેમાં આરોગ્યસંભાળને મજબૂત કરવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા માટેની સરકારની પહેલો તેમજ આરોગ્યસંભાળમાં સુધારો કરતી વિવિધ નવીનતાઓ અને તકનીકી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સત્રની અધ્યક્ષતા અને સંચાલન ગુજરાત સરકારના જાહેર આરોગ્યના સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ દ્વારા કરવામાં આવશે. આ સત્રના પેનલિસ્ટ્સમાં ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના ઇનસ્ટેમના ડાયરેક્ટર પ્રો. મનીષા ઇનામદાર, ભારત સરકારના MeitY, C-DACના એસોસિયેટ ડિરેક્ટર ડૉ. સંજય સૂદ, મેડટ્રોનિક્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી માઇકલ બ્લેકવેલ અને નિરામાઈ એનાલિટિક્સના સ્થાપક અને સીઈઓ સુશ્રી ગીથા મંજુનાથનો સમાવેશ થાય છે.

ત્રીજું પ્લેનરી સત્ર પ્રમોટિંગ હોલિસ્ટિક હેલ્થકેર પર યોજાશે
ત્રીજું પ્લેનરી સત્ર પ્રમોટિંગ હોલિસ્ટિક હેલ્થકેર પર યોજાશે, અને આ સત્ર વૈશ્વિક આરોગ્યસંભાળ નિષ્ણાતો અને આયુષ નિષ્ણાતોને સર્વગ્રાહી આરોગ્યસંભાળની દિશામાં બદલાવ અંગે ચર્ચા કરવા માટે એકસાથે લાવશે. આ સત્રની અધ્યક્ષતા અને સંચાલન ભારત સરકારના આયુષ (AYUSH)ના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવશે. આ સત્રના વક્તાઓમાં, વર્લ્ડ બેંકના સિનિયર હેલ્થ સ્પેશિયાલિસ્ટ ફિલિસ કિમ, મેનેજમેન્ટ સાયન્સીસ ફોર હેલ્થના કન્ટ્રી ડાયરેક્ટર નીલમ મખીજાની, કેરળની VPSC આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સીવી જયદેવન, અને એપોલો આયુર્વેદ હોસ્પિટલના એમડી અને સીઇઓ વૈદ્ય પ્રોફેસર રાજીવ વાસુદેવનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતના સાત લાખ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ

Back to top button