ગુજરાત

કેરળમાં ચોમાસુ સક્રિય થયા પછી રાજ્યમાં વરસાદની આગાહી, પ્રિ-મોન્સુનને કામગીરી ચાલુ

Text To Speech

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. કેરળમાં ચોમાસુ શરૂ થયા પછી 48 કલાકમાં રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવશે. સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવા જિલ્લા વહિવટી તંત્રને આદેશ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં મુખ્યસચિવ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુનની તૈયારી અંગે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. તેમને જણાવ્યુ હતું કે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ ,પુર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે સાવચેતી પૂર્વક સઘન આયોજન કરવુ પડશે. આ ઉપરાંત પંકજકુમારે કહ્યું કે, રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદ સહિત અન્ય કામગીરીના ડેટા કલેકશન અંગેના રિપોર્ટનું ખાસ ફોર્મેટ બનાવવું જેથી તમામ વિભાગોને ડેટા એકસમાન ફોર્મેટમાં આવે અને ડેટા કલેકશનમાં સુસગંતતા જળવાય રહે.

ફાઈલ ફોટ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. કેરળમાં વરસાદ પડશે તે પછીના 48 કલાકમાં ગુજરાતમાં વરસાદની સંભાવના અંગેની આગાહી કરવામાં આવશે. આ માટે હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં વરસાદ પહેલા પ્રિ-મોન્સુનને લગતી કામગીરી પુરી કરવા સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં તંત્રને તાકીદ કરવામાં આવી છે. મ્યુનિસિપલ દ્વારા બનાવવામાં આવેલ ટેનિસ કોર્ટ અંગેની દરખાસ્ત કમિટીએ બાકી રાખી આ અંગે નવેસરથી ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.                                                                                                                                                                                                                            

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ચાલુ થવાની તારીખ 15 જૂન છે, એટલે કે તેની આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે. જ્યારે મુંબઈમાં 10 જૂનની આસપાસ ચોમાસું પહોંચે છે, અને ત્યારબાદ એકાદ અઠવાડિયા પછી ગુજરાતમાં વરસાદ શરૂ થાય છે. રાજ્યમાં સૌપ્રથમ ચોમાસાનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર ગુજરાત સુધી વરસાદ પહોંચે છે. જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વરસાદ પહોંચી જાય છે. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાના એંધાણ હતા પરંતુ હાલ ચોમાસાની આગળ વધવાની ગતિ ધીમી પડી છે.

Back to top button