ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, જાણો કયા છે વરસાદની આગાહી

Text To Speech
  • રાજ્યમાં 12થી 16 મે સુધી વરસાદની આગાહી છે
  • અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ
  • આજે સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, આણંદમાં વરસાદ આવશે

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ છે. તેમાં વિવિધ શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવતા લોકોને ગરમીથી રાહત થશે. તેમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં 12થી 16 મે સુધી વરસાદની આગાહી છે. તેમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે.

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. તેથી આજે વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી છે. તથા સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ સાથે વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદ તથા અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 14, 15 તારીખે અમદાવાદમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદ આવશે. જેમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે.

આજે સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદ

આજે સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદ આવશે. તેમજ 13 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 14 તારીખે બાનાકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ ખાબકશે. તેમજ 15 તારીખે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તથા 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

Back to top button