ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Pre-Market-નિફ્ટી અને સેન્સેક્સનો ઊછાળો ધોવાઇ શકે છે, લોંગ પોઝીશનથી દૂર રહેવુ

Text To Speech

મુંબઇ, 7 માર્ચઃ ગઇકાલે શેરબજારમાં સેન્સેક્સ 600 પોઇન્ટ અને નિફ્ટી 207 પોઇન્ટ વધીને બંધ થયો હતો ત્યારે આજે આ ઊછાળો ધોવાઇ શકે છે. હાલમાં ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ખુલશે તેમ લાગી રહ્યુ છે. તેથી લોંગ પોઝીશનથી દૂર રહેવુ જોઇએ. જ્યારે વિશ્વ બજારો તરફ નજર નાખીએ તો નાસડેક અમેરિકન વેપાર નીતિની અનિશ્ચિતતાને પગલે 483.48 પોઇન્ટ કે 2.61 ટકા ઘટીને બંધ આવ્યો હતો. ત્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 427.51 પોઇન્ટ કે 0.99 ટકા ઘટીને 42,59.08, એસએન્ડપી 500 પણ 1014.11 પોઇન્ટ કે 1.78 ટકા ઘટીને 5,738.52 પર બંધ આવ્યો હતો.

હાલમાં વ્યાપાર અંતરાયો અને આર્થિક અનિશ્ચિતતા બજારમાં પ્રવર્તી રહી છે. તેના કારણે રોકાણકારો પણ સાવચેત થઇ ગયા છે. આજે સેન્સેક્ અને નિફ્ટી નીચામાં ખુલશે તેવુ નિષ્ણાતો માની રહ્યા છે. એનાલિસ્ટોના અનુસાર જ્યાં સુધી અમેરિકી ટ્રમ્પ પોતાની અવનવી ઘોષણાઓનો અંત નહી લાવે ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતા છવાયેલી રહેવાની ધારણા સેવાય છે. દરમિયાનમાં હાલ પૂરતા ટ્રમ્પ કેનેડા અને મેકિસ્કો પરના ટેરિફ મુલતવી રાખ્યા છે. આ નિર્ણય વધી રહેલા વેપાર ટેન્શનને પગલે લેવામાં આવ્યો હતો. આ ટેરિફ નોર્થ અમેરિકન ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ 25 ટકા જેટલો લાદવામાં આવ્યો હતો.

દરમિયાનમાં ડોલર ઇન્ડેક્સ છ કરન્સીઓના બાસ્કેટ સામે 0.21 ટકા વધીને 104.19 પર આજે સવારે બંધ આવ્યો હતો. આ ઇન્ડેક્સ મોટી કરન્સી સામે અમેરિકી ડોલરની મજબૂતાઇ દર્શાવે છે. છ કરન્સીઓના બાસ્કેટમાં બ્રીટીશ પાઉન્ડ, યૂરો, સ્વીડીશ ક્રોના, જાપાનીઝ યેન, સ્વીસ ફ્રાંક વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે ગઇકાલે ડોલર સામે રૂપિયો 87.11ના મથાળે બંધ આવ્યો હતો. ડોલરની મજબૂતાઇનો બીજો અર્થ એ પણ છે કે આયાત માટે ડોલરની લેવાલીને બ્રેક લાગશે જેમાં ખાસ કરીને ક્રૂડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે 1373 કરોડની યોજનાને સરકારની મંજૂરી

Back to top button