ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની પ્રિ-ઇવેન્ટ્સ 4 ઝોનમાં યોજાશે

Text To Speech
  • વાઇબ્રન્ટ સમિટ છેલ્લે જાન્યુઆરી-2019માં યોજાઇ હતી
  • વાઇબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદ યોજવા અત્યારથી સળવળાટ શરૂ
  • ઉત્તર-દક્ષિણ-મધ્ય અને સૌરાષ્ટ્ર એમ ચારે ઝોનમાં યોજાશે

વાઇબ્રેન્ટ સમિટના પ્રિ-ઇવેન્ટ્સ ચારે ઝોનમાં મોટા પાયે યોજવાની વિચારણા શરૂ થઇ છે. જેમાં હજી CM સ્તરે એક્શન પ્લાનનું પ્રેઝન્ટેશન કરવાનું બાકી છે. તેમજ પ્રિ-ઇવેન્ટ્સ ગાંધીનગર કેન્દ્રિત કરવાને બદલે ઝોન પ્રમાણે લોકોને સમિટ સાથે જોડવાનો આશય છે. તથા વાઇબ્રન્ટ સમિટ છેલ્લે જાન્યુઆરી-2019માં યોજાઇ હતી.

વાઇબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદ યોજવા અત્યારથી સળવળાટ શરૂ

ગુજરાતમાં પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ 2024માં વાઇબ્રેન્ટ ગુજરાત રોકાણકાર પરિષદ યોજવા અત્યારથી સળવળાટ શરૂ થયો છે. આ પરિષદની પ્રિ-ઇવેન્ટ્સ રાજ્યના ઉત્તર-દક્ષિણ-મધ્ય અને સૌરાષ્ટ્ર એમ ચારે ઝોનમાં મોટા પાયે યોજવા વિચારણા થઇ રહી છે. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રાથમિક રીતે એવો મત વ્યક્ત કર્યો છે કે, વડાપ્રધાન મોદી અને દેશ-દુનિયાના ઉદ્યોગકારો-રોકાણકારોની હાજરીમાં વાઇબ્રન્ટ પરિષદની મેઇન ઇવેન્ટ જે દર વખતે 10-11-12 જાન્યુઆરી દરમિયાન પાટનગરના મહાત્મા મંદિર ખાતે યોજાય છે, તેમાં તો બદલાવ થાય જ નહીં. પરંતુ આ વખતે પરિષદ અગાઉના કાર્યક્રમો ગાંધીનગર કેન્દ્રિત નહીં રાખતાં, ઝોનવાર વધુ પ્રમાણમાં યોજવા જોઈએ.

સમિટના થીમના સુજાવ સાથે એક્શન પ્લાન તૈયાર

ઉદ્યોગમંત્રીના આ અભિપ્રાય પછી પરિષદની મુખ્ય ઇવેન્ટ અગાઉના સેમિનારો-પ્રોગ્રામ્સ ચારે ઝોનમાં વધુ પડતા યોજવા ઉપર લક્ષ્ય અપાઇ રહ્યું છે. જો કે પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમો સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં તો આમેય યોજાતાં જ હોય છે. હજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્તરે વાઇબ્રન્ટ પરિષદના આયોજન સંદર્ભ એકયે બેઠક યોજાઇ નથી, અલબત્ત સૂત્રો કહે છે કે, મુખ્યમંત્રીએ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરને સમિટના થીમના સુજાવ સાથે એક્શન પ્લાન તૈયાર કરી પોતાની સમક્ષ પ્રેઝન્ટેશન કરવાની સૂચના આપી દીધેલી છે. આ પ્રેઝન્ટેશન બાદ પરિષદ સંદર્ભ વિવિધ કમિટીઓનું ગઠન થશે, એમ જણાવાઇ રહ્યું છે. સામાન્ય સંજોગોમાં એકાંતરે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટ છેલ્લે જાન્યુઆરી-2019માં યોજાઇ હતી.

Back to top button