શોકિંગ: નવા નવા પરણેલા વરરાજાને દુલ્હને સરપ્રાઈઝ આપી, સુહાગરાતના બે દિવસ બાદ બાળકને જન્મ આપ્યો


પ્રયાગરાજ, 05 માર્ચ 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. હકીકતમાં જોઈએ તો, અહીં એક લગ્ન બાદ એવી સચ્ચાઈ સામે આવી કે વરરાજા સહિત જાનૈયાઓના પણ પગ તળેથી જમીન સરકી ગઈ. અહીં લગ્નના બે દિવસ બાદ દુલ્હનને પેટમાં દુખાવો થયો. દુખાવો એટલો ભયંકર હતો કે તેને તાત્કાલિક હોસ્પિટલે લઈમાં આવી. ત્યાર બાદ જે થયું તે જાણ સૌ કોઈના હોશ ઉડી ગયા. ડોક્ટરે સારવાર દરમ્યાન જણાવ્યું કે, દુલ્હન પ્રેગ્નેન્ટ છે અને બાળક થવાનું છે.
લગ્નના બે દિવસ બાદ પિતા બની ગયો વરરાજો
લગ્ન કરીને દુલ્હનને ઘરે લાવેલા પરિવાર માટે બે દિવસ બાદ એવું બન્યું કે મોં છુપાવવાનો વારો આવ્યો. પ્રયાગરાજમાં લગ્ન બાદ દુલ્હન સાસરિયે ગઈ, બે દિવસ બાદ તેને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલે લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટર્સે જણાવ્યું કે દુલ્હન બાળકને જન્મ આપવાની છે. પરિવાર પાસેથી સહમતિ પત્ર પર સાઈન કરાવી અને બે કલાકની અંદર દુલ્હન માતા બની અને વરરાજો પિતા બની ગયો.
કોનું છે આ બાળક
દીકરાના લગ્નના જશ્નમાં ડૂબેલા લોકો અને મહેમાનો હજુ ગયા પણ નહોતા અને ઘરમાં એક નાનું મહેમાન આવી ગયું. અચાનકથી લાગેલા આ ઝટકાથી આખો પરિવાર આઘાતમાં છે. તો વળી વરરાજાએ બાળક સ્વીકારવાની ના પાડી દીધી. પણ છોકરીના પરિવારનો દાવો છે કે, વર્ષ 2024માં બંનેની સગાઈ હતી. ત્યારથી વર અને કન્યા બંને એકબીજાને મળતા હતા. તેમના અનુસાર, આ બાળક વરરાજાનું જ છે. જો કે વરરાજાએ બાળકને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
આ પણ વાંચો: 14.8 કિલો સોનાની સ્મગલિંગ કરતી કર્ણાટકના DGPની દીકરી રાન્યા રાવ રંગેહાથ ઝડપાઈ