અતીક અહેમદની ઓફિસમાંથી મળ્યા લોહીના નિશાન, શું ઓફિસમાં કરાયું મર્ડર ?
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહેમદની ચકિયા ઓફિસમાં લોહીના નિશાન મળી આવ્યા છે. અતીક અહેમદની હત્યા બાદ તેની ઓફિસની અંદર લોહીના આ નિશાન મળી આવતા ચકચાર મચી ગઈ છે. લોહીના નિશાન એક જગ્યાએ નથી પરંતુ, ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર સુધી દેખાય છે. જ્યારે લોહીવાળી છરી નીચે પડેલી મળી આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરની ઉપરની સીડીઓ સહિતની જગ્યાએ પણ લોહીના નિશાન પણ દેખાય છે. ઉપરના માળના રૂમમાં સોફા પર સફેદ રંગનો દુપટ્ટો રાખવામાં આવ્યો છે, જેના પર લોહીના નિશાન છે. એક જગ્યાએથી તૂટેલી બંગડીઓ પણ મળી આવી છે.
#WATCH | UP: Knife recovered during Police investigation at Atiq Ahmed's office in Prayagraj pic.twitter.com/tuDdGDOU7n
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 24, 2023
અતીકની ઓફિસમાંથી લોહીના નિશાન મળી આવ્યા
અતીકની ઓફિસમાં બધું જ ખરાબ રીતે અવ્યવસ્થિત છે. જેને જોઈને એવું લાગે છે કે અહીં કંઈક શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રસોડામાં પણ ચોખા અને અન્ય વસ્તુઓ આડેધડ ફેલાઈ ગઈ છે. રસોડાની અંદર પણ લોહીના નિશાન છે. કપડા વેર-વિખેર પડેલા છે. કાગળોમાં પણ કંઈક શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે કચેરીમાં કાગળો પણ વેરવિખેર છે.
કેસની તપાસમાં જોતરાઈ પોલીસ
આ સમાચારની જાણ થતા પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ ટીમ આ મામલાની તપાસ માટે ઓફિસ પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. પોલીસ અતીકની ઓફિસની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે અહીં શું થયું છે. શું અહીં કોઈની હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
#WATCH | UP: "I have examined myself, bloodstains found near the staircase & next to kitchen…FSL team is about to reach, investigation will be done, CCTV footage will be examined…": Satyendra Prasad Tiwari, ACP, Prayagraj on bloodstains found in Atiq Ahmed's office pic.twitter.com/elTfwA1ch4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 24, 2023
ચાકિયામાં આવેલી અતીકની આ એ જ ઓફિસ છે જ્યાં લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. અતીક અહેમદની ઓફિસનો આગળનો ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. સાથે જ આ હાઈપ્રોફાઈલ કેસમાં આ ઓફિસ પર નજર કેમ ન રાખવામાં આવી. પોલીસે તેને સીલ કેમ ન કર્યું? તેવા અનેક સવાલો ઉભા થયા છે.