મહાકુંભમાં ભાગદોડ થતાં વિપક્ષે યોગી સરકારનો ઘેરાવ કર્યો, જાણો અખિલેશ યાદવ-માયાવતીએ શું કહ્યું
પ્રયાગરાજ, 29 જાન્યુઆરી 2025: મહાકુંભમાં સ્નાન માટે મૌની અમાવસ્યા પર પ્રયાગરાજમાં ઉમટેલી ભીડ અને મચેલી ભાગદોડને જોતા પ્રશાસનને લોકોને ધૈર્ય રાખવા અને મેળા પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવા માટે અપીલ કરી છે. તો વળી રાજકીય પાર્ટીના નેતાઓએ ભાગદોડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોને સારવાર માટે સરકાર પાસે મદદની અપીલ કરી છે.
અખિલેશ યાદવે એક્સ પર નિવેદન જાહેર કરી રહ્યું કે, મહાકુંભમાં અવ્યવસ્થાજન્ય દુર્ઘટનામાં શ્રદ્ધાળુઓના મૃત્યુના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. શ્રદ્ધાંજલિ.
અખિલેશ યાદવે યોગી સરકારને અપીલ કરી
અમારી સરકારને અપીલ છે કે, ગંભીર રીતે રીતે ઘાયલોને એર એમ્બ્યુલન્સની મદદથી નજીકની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં પહોંચાડી તેમને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવે. મૃતકોની લાશને ચિન્હિત કરી તેમના પરિવારને સોંપવામાં અને તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. જે લોકો વિખૂટા પડ્યા છે, તેમને ભેગા કરવા માટે તાત્કાલિક પ્રયાસ કરવામાં આવે. હેલીકોપ્ટરનો સદુપયોગ કરતા દેખરેખ વધારો. સતયુગથી ચાલતી આવતી શાહી સ્નાનની અખંડ અમૃત પરંપરાને નિરંતર રાખો, રાહત કાર્યોને સમાનાંતર સુરક્ષિત મેનેજમેન્જની વચ્ચે મૌની અમાવસ્યાના શાહી સ્નાનને સંપન્ન કરાવાની વ્યવસ્થા કરવામાં આવે. શ્રદ્ધાળુઓને અમારી અપીલ છે કે, આ કપરા સમયમાં સંયમ અને ધૈર્યથી કામ લે અને શાંતિપૂર્વક પોતાની તીર્થયાત્રા સંપન્ન કરે. સરકાર આજની ઘટનાથી સબક લેતા શ્રદ્ધાળુઓને રોકાવા, ભોજન પાણી તથા અન્ય સુવિધાઓ માટે સારી વ્યવસ્થા કરે. દુર્ઘટનામાં આહત થયેલા લોકોને શીધ્ર સ્વાસ્થ્ય લાભની કામના.
માયાવતીએ કહ્યું- ઘટના ખૂબ જ દુ:ખદ અને ચિંતનીય
બસપા સુપ્રીમો માયાવતીએ એક્સ પર કહ્યું કે, પ્રયાગરાજની સંગમ સ્થળી પર, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં જે પણ શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તથા ઘાયલ થયા છે, આ ઘટના અતિ દુ:ખદ તથા ચિંતનીય છે. આવા સમયે કુદરત પીડિતોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે, પાર્ટીની આ જ કામના.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે, મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાનના દિવસે ભાગદોડ થવાથી કેટલાય લોકોના મૃત્યુ અને ઘાયલ થવાના સમાચાર પીડાદાયક છે. આ દુ:ખદ ઘટના આ મેળાની અવ્યવસ્થા અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરે છે. યોગી સરકારે બધા પૈસા પોતાની બ્રાંડિંગ અને માર્કેટિંગ પર ખર્ચ કર્યા, મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા પર નહીં, આ સરકારની અસંવેદનશીલતા પ્રદર્શિત કરે છે.
આ પણ વાંચો: મહાકુંભમાં ભાગદોડ: પ્રયાગરાજ આવતી કેટલીય ટ્રેનો ડાયવર્ટ કરી, આગામી આદેશ સુધી સ્પેશિયલ ટ્રેન રદ