અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમનોરંજનમહાકુંભ 2025

પ્રયાગરાજ મહાકુંભ 2025 ગ્રાઉન્ડ રિપોર્ટ: કિન્નર અખાડા સમગ્ર દેશમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર; ડો. વૈષ્ણવી જગદંબા નંદગીરી

Text To Speech

અમદાવાદ 14  ફેબ્રુઆરી 2025; મહામંડલેશ્વર સ્વામી કલ્યાણી નંદગીરીજી મહારાજની શિષ્ય ડો. વૈષ્ણવી જગદંબા નંદગીરીએ HD ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને કિન્નર અખાડાનું વિશેષ મહત્વ તેમજ લોકોના આરાધના દેવ તરીકે કિન્નર અખાડાને કેવી રીતે પૂજે છે. સાથે આપ જો પ્રયાગરાજ ગયા હોય અને કિન્નર અખાડાની મુલાકાત ન લીધી હોય તો તમારી તીર્થયાત્રા અધૂરી રહી શકે છે. ત્યારે મહાકુંભમાં કિન્નર અખાડા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમની સાથે વિશેષ ચર્ચા કેવા પ્રકારની રહી આવો જાણીએ.

દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર
2019ના પહેલાથી કુંભ દ્વારા અમારો અખાડો ચાલતો આવે છે. આંતરરાષ્ટ્રીય અમારું કિન્નર અખાડો છે. આ આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડાના આચાર્ય છે ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીજીએ આનું ગઠન કર્યું, ત્યારથી લઈને આજ સુધી ધીરે ધીરે પદાધિકારીઓની સંખ્યા વધી અને તેમાંથી મહામંડલેશ્વર અને મંડલેશ્વર બન્યા. ત્યારે 2025ના આ મહાકુંભમાં અમે અહીંયા બિરાજમાન છીએ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપવા માટે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ છે કિન્નરોનો અસ્તિત્વ દ્વાપર, ત્રેતા અને સત્ય યુગમાં પણ રહ્યો છે. પછી ભલે તે શિખંડીના રૂપમાં રહ્યું હોય કે પછી ભગવાન રામના 14 વર્ષના વનવાસ પછીની વૃદ્ધ મહિલાના રૂપમાં હોય. તો આ તમામ ધાર્મિક કારણોથી અમારું અસ્તિત્વ હતું અને રહેશે. પોતાના સનાતન ધર્મના હિન્દુત્વની ધ્વજાનાં લક્ષ્યની સાથે આ કિનારાનું ગઠન આચાર્ય ડો. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી દ્વારા કરવામાં આવ્યું અને અમે તમામ કિન્નરો આજે હિન્દુત્વની ધ્વજાને લહેરાવવા માટે અને શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અને ઈશ્વર સુધી તેમની મનોકામનાઓ પહોંચાડવા માટે અમે અહીં બિરાજમાન છીએ.

Back to top button