પ્રયાગરાજ મહાકુંભ 2025 ગ્રાઉન્ડ રિપોર્ટ: સનાતમ ધર્મમમાં મોક્ષપ્રાપ્તિ જ અંતિમ ધ્યેયઃ કિન્નર ડો. સાનવી જેઠવાણી


અમદાવાદ, 14 ફેબ્રુઆરી, 2025: પ્રયાગરાજ મહાકુંભમાં દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે. તેવામાં HD ન્યૂઝની ટીમ સાથે વાત કરતા મહારાષ્ટ્રના કિન્નર ડો. સાનવી જેઠવાનીએ જણાવ્યું હતુ કે મહાકુંભનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે 144 વર્ષ પછી આવ્યું છે. હવે બીજી વખત મહાકુંભ આવશે ત્યાં સુધી આપણે જીવિત રહેવાના નથી, તેથી આ પુણ્ય મેળવી લેવું જોઈએ. સનાતન ધર્મમાં એક જ કામ મહત્વનું ગણાય છે મોક્ષની પ્રાપ્તિ કરવી, અહીં આવ્યા પછી ગંગા નદીમાં સ્નાન કરીને પ્રણ કરીને જવું જોઈએ કે અમે સારા વિચારો લાવીશું, સારા કર્મો કરીશું. સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ આપીશું. વધુમાં જ્યારે સમગ્ર વિશ્વ વર્લ્ડ વોરની તરફ જઈ રહ્યું છે અને કોવિડ જેવી પરિસ્થિતિ ફરીથી આ દેશમાં ન આવે તે માટે આપણે સૌ માત્ર પોતાના કલ્યાણની વાત ન કરીને જગત કલ્યાણની વાત કરીએ.
નાલદા જજમેન્ટથી કિન્નરોનું ઓન રેકોર્ડ જન્મ થયો
કિન્નર ડો. સાનવી જેઠવાનીએ HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે મહાકાલની આ પ્રયાગરાજ નગરીમાં આવનારી પૌરાણિક મહિનાના સ્નાન માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કિન્નર સમાજ વિશે વધુ માહિતી આપતા ડો. સાનવી જેઠવાનીએ જણાવ્યું હતું કે 2019માં નાલદા જજમેન્ટ આવ્યા પછી હકીકતમાં કિન્નરોનું ઓન રેકોર્ડ આધાર કાર્ડ પર જન્મ થયો હતો. આ દુનિયામાં અમને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. આજે કિન્નર અખાડાની ગુરુમાં મહામંડલેશ્વર આચાર્ય ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીજી જેમના અધિક પ્રયાસોથી પ્રયત્ન કરીને સનાતન ધર્મમાં આ કિન્નરોને જોડીને સનાતનના કામમાં લગાડ્યા છે. હું ડો. સાનવી જેઠવાની તેમની ચેલા, આપ તમામ ભક્તોને કિન્નર અખાડામાં દર્શન કરવા અને આશિર્વાદ લેવા માટે આમંત્રિત કરું છું.