ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પ્રયાગરાજ: મહાકુંભમાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, જાણો તેની વિશેષતા

Text To Speech
  • મહાકુંભના ટુર પેકેજની ભારે ડિમાન્ડ બોલાઈ
  • અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ શરૂ કરાઈ
  • રૂ.20 હજારથી 45 હજાર સુધીના ટુર પેકેજની ઘણી ડિમાન્ડ

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દેશવિદેશમાંથી હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે, ત્યારે મહાકુંભના ટુર પેકેજની ભારે ડિમાન્ડ બોલાઈ રહી છે.

મહાકુંભ માટે ટુર ઓપરેટરોને ત્યાં ઇન્કવાયરીની સાથે સાથે બુકિંગ પણ

મહાકુંભ માટે ટુર ઓપરેટરોને ત્યાં ઇન્કવાયરીની સાથે સાથે બુકિંગ પણ થઈ રહ્યું છે. શાહી સ્નાન કરવા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. આ જોતાં અમદાવાદથી પ્રયાગરાજ થતી ફ્લાઇટ્સ પણ ફુલ થઈ છે. મહાકુંભ માટે અમદાવાદથી ટ્રેન ઉપરાંત પ્રયાગરાજ સુધીની સીધી ફલાઈટ શરૂ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ મોટે તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી ટુર ઓપરેટરોએ પણ ત્રણ દિવસ-બે નાઇટના ખાસ પેકેજ તૈયાર કર્યાં છે.

રૂ.20 હજારથી 45 હજાર સુધીના ટુર પેકેજની ઘણી ડિમાન્ડ

20 હજાર રૂપિયાથી માંડીને 45 હજાર રૂપિયા સુધીના ટુર પેકેજની ઘણી ડિમાન્ડ બોલાઈ રહી છે. ટુર ઓપરેટરો પણ શ્રદ્ઘાળુઓને ત્રિવેણી સંગમમાં ડુબકી, અખાડા વિઝીટ, નાગા સાઘુઓ સાથે મુલાકાત ઉપરાંત ગંગા આરતીનો લાભ મળે તેવી ઓફર કરી રહ્યાં છે. ઘણાં ગ્રુપો ટ્રેનમાં પ્રયાગરાજ પહોચ્યાં છે. આ સિવાય આઠથી દિવસના બસ પ્રવાસોની પણ એટલી જ ડિમાન્ડ રહી છે.

એક રાતનો ભાવ 7 લાખ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે

ગંગામાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કારણ કે, ક્રુઝની વિશેષતા છે કે, ક્રુઝમાં કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ક્રુઝમાંથી ગંગા સ્નાનનો લાભ મળી શકે છે. આ ક્રુઝમાં પાંચ રૂમ છે અને તેની એક રાતનો ભાવ 7 લાખ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. હાલ, ગુજરાતીઓ આ ક્રુઝ વિશે માહિતી મેળવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: હવે GPSCની પરીક્ષામાં આન્સર કી સામે વાંધા સૂચનો માટે ફી ભરવી પડશે 

Back to top button