ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભ: પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાડા જોઈ મોદી સરકાર એક્શનમાં આવી, આ કંપનીએ તો ભાડા ઘટાડી દીધા

Text To Speech

પ્રયાગરાજ, 30 જાન્યુઆરી 2025: પ્રયાગરાજ જતી ફ્લાઈટ માટે ખૂબ જ ભાડા વસૂલતા હોવાની ફરિયાદ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓને સ્પષ્ટ કહી દીધું છે કે ટિકિટના ભાવ વાજબી બનાવી રાખો. સતત ફરિયાદો મળી રહી હતી કે એરલાીન કંપનીઓ પ્રયાગરાજ જતી ફ્લાઈટ માટે મુસાફરો પાસેથી વધારે ભાડા વસૂલી રહી છે. પીટીઆઈના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સરકારની આ પહેલ બાદ દેશની સૌથી મોટી એરલાઈન ઈંડિગોએ ભાડામાં 30-50 ટકાની કમી કરી દીધી છે.

ગત બુધવારે નાગરિક ઉડ્ડનય મંત્રી રામ મોહન નાયડૂએ સચિવ વી. વુલનામ, ડીજીસીએના મહાનિદેશક ફૈઝ અહમદ કિદવઈ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રયાગરાજની ફ્લાઈટ સંબંધમાં એરલાઈન પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ કર્યો હતો આગ્રહ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ ઘટનાક્રમ એવા દિવસે થયો છે, જ્યારે ગ્રાહક બાબતોના મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, પ્રયાગરાજની ફ્લાઈટના ભાડા વધારે છે, અને તેણે વિમાનન નિયામક ડીજીસીએના ભાડાને ઓછા કરવા માટે પગલા ઉઠાવાનો આગ્રહ કર્યો. કુંભ મેળા અને તેને જોતા યાત્રાની માગને જોતા પ્રયાગરાજની ફ્લાઈટો માટે હવાઈ ભાડામાં ઉછાળો આવ્યો અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈનના ટિકિટોના ભાડાને તર્કસંગત બનાવવા કહ્યું હતું.

મંત્રાલયે એક્સ પર પોસ્ટ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેમણે મહાકુંભ મહોત્સવ દરમ્યાન યોગ્ય ભાડા બનાવી રાખતા દેશભરમાંથી પ્રયાગરાજ માટે હવાઈ સંપર્કની પર્યાપ્તતાની સમીક્ષા કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી દુનિયાના સૌથી મોટા ધાર્મિક સમાગમમાં ભાગ લેનારા લાખો શ્રદ્ધાળુઓ માટે એક સહજ અને આરામદાયક યાત્રા અનુભવ પ્રદાન કરવા માટે નિયમિત સમન્વય બેઠકો આયોજીત કરી છે. એક્સ પર એક પોસ્ટમાં નાયડૂએ એવું પણ કહ્યું કે, તેમણે મહાકુંભ દરમ્યાન યોગ્ય ભાડાની ખાતરી કરવા માટે પ્રયાગરાજ દેશ માટે હવાઈ સંપર્કની પર્યાપ્તતાની સમીક્ષા કરવા માટે એરલાઈન્સ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચો: ભાગદોડ છતાં પણ મૌની અમાવસ્યા પર 7.64 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવી

Back to top button