પ્રવાસી ભારતીય દિવસ – 2025: ભારતના વૈશ્વિક સમુદાયની કરાશે ઉજવણી
ગાંધીનગર, 9 જાન્યુઆરી: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્ર આગામી 25 વર્ષમાં અમૃત કાળમાં પ્રવેશ્યું છે. આ યાત્રામાં આપણા પ્રવાસી ભારતીયોનું મહત્વનું સ્થાન છે. ભારતનું વિશિષ્ટ વૈશ્વિક વિઝન અને વૈશ્વિક વ્યવસ્થામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને તમે મજબૂત બનાવશો.” પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીનાં રોજ દર બે વર્ષમાં એક વખત ઉજવવામાં આવે છે. જે એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે પ્રવાસી ભારતીયોનાં તેમનાં વતન માટે કરેલા પ્રદાનનું સન્માન કરે છે. પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનની સૌપ્રથમ સ્થાપના વર્ષ 2003માં તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની સરકાર હેઠળ વિદેશમાં વસતા ભારતીય સમુદાયને ઓળખવા અને તેમની સાથે જોડાવા માટેના મંચ તરીકે થઈ હતી.
પ્રવાસી ભારતીય દિવસ વિદેશ મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે. તે ભારતના વિવિધ પ્રદેશોની વિવિધતા અને પ્રગતિને પ્રદર્શિત કરવા માટે વિવિધ શહેરોમાં યોજવામાં આવે છે. 2015 થી તે દ્વિવાર્ષિક રીતે યોજાય છે, જેમાં વચ્ચેના વર્ષોમાં થીમ-આધારિત પરિષદો યોજવામાં આવી છે. આ ફોર્મેટ રુચિના વિશિષ્ટ ક્ષેત્રો પર વધુ કેન્દ્રિત ચર્ચા કરવાની મંજૂરી આપે છે અને વૈશ્વિક ભારતીય સમુદાય વચ્ચે નેટવર્કિંગ માટેની તકો પૂરી પાડે છે.
18મો પ્રવાસી ભારતીય દિવસ – 2025
18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 8-10 જાન્યુઆરી, 2025નાં રોજ ઓડિશાનાં ભુવનેશ્વરમાં યોજાશે. આ વર્ષની થીમ ‘વિકસિત ભારત’માં ડાયસ્પોરાના પ્રદાન (વિકસિત ભારત) છે. આ ઇવેન્ટ એક સીમાચિહ્નરૂપ પ્રસંગ બનવાનું વચન આપે છે, જેમાં કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ છે:
દિવસ 1: 08 જાન્યુઆરી 2025
યુવા પ્રવાસી ભારતીય દિવસ – વિદેશ મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રી અને ઓડિશાનાં મુખ્યમંત્રીનાં સંયુક્ત ઉદઘાટન – ઓડિશાનાં પ્રવાસી યુવાનો માટે તેમનાં મૂળ સાથે પુનઃ જોડાણ કરવા માટેનું એક મંચ.
દિવસ 2: 09 જાન્યુઆરી 2025
18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન: સંમેલનના મુખ્ય અતિથિની હાજરીમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન. પ્રધાનમંત્રી પ્રવાસી ભારતીયો માટે વિશેષ પ્રવાસી ટ્રેન પ્રવાસી ભારતીય એક્સપ્રેસની ઉદ્ઘાટન યાત્રાને રિમોટથી લીલી ઝંડી આપશે, જે દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી રવાના થશે તથા ત્રણ અઠવાડિયાનાં ગાળા માટે ભારતમાં પ્રવાસન અને ધાર્મિક મહત્ત્વનાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. પ્રવાસી ભારતીય એક્સપ્રેસનું આયોજન વિદેશ મંત્રાલયની પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ચાર પ્રદર્શનોનું ઉદઘાટન પણ કરશે. (1) વિશ્વરૂપ રામ – ધ યુનિવર્સલ લેગસી ઓફ રામાયણઃ આ પ્રદર્શન પરંપરાગત અને સમકાલીન કળાઓના સમન્વય દ્વારા રામાયણના કાલાતીત મહાકાવ્યને પ્રસ્તુત કરશે. 2) ટેકનોલોજી અને વિકસિત ભારતમાં ડાયસ્પોરાનું પ્રદાન. આ પ્રદર્શન દુનિયામાં ટેકનોલોજીનાં વિકાસમાં પ્રવાસી ભારતીયોનાં યોગદાનને બિરદાવશે. (3) માંડવીથી મસ્કત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાનો ફેલાવો અને ઉત્ક્રાંતિ. આ પ્રદર્શનમાં ગુજરાતના માંડવીથી ઓમાનના મસ્કતમાં સ્થળાંતર કરીને આવેલા લોકોના દુર્લભ દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવશે. (4) ઓડિશાની વિરાસત અને સંસ્કૃતિ: આ પ્રદર્શન ઓડિશાનાં વિવિધ કળા અને ક્રાફ્ટ સ્વરૂપો મારફતે ઓડિશાનાં સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રદર્શિત કરશે તથા તેનાં પ્રસિદ્ધ વારસાને પ્રદર્શિત કરશે.
દિવસ ૩: 10 જાન્યુઆરી 2025
સમાપન સત્રઃ- પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર પ્રસ્તુત કરવાની સાથે-સાથે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનું સમાપન સંબોધન.
પૂર્ણ સત્ર (બીજો દિવસ અને ત્રીજો દિવસ)
ડાયસ્પોરા યુવા નેતૃત્વઃ વૈશ્વિકરણની દુનિયામાં યુવા નેતૃત્વનો ઉપયોગ કરવો.
સ્થળાંતર કરવાની કુશળતા: પુલ બનાવવાની અને અવરોધો તોડવાની વાર્તાઓ.
સાતત્યપૂર્ણ વિકાસઃ હરિયાળી પહેલોમાં ડાયસ્પોરાનું યોગદાન.
મહિલા નેતૃત્વ: નારી શક્તિ અને ડાયસ્પોરા મહિલાઓના પ્રભાવની ઉજવણી.
સાંસ્કૃતિક જોડાણો: પોતાનાપણા અને સાંસ્કૃતિક સંવાદની વાર્તાઓ.
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 8થી 10 જાન્યુઆરી, 2023 દરમિયાન આયોજિત 17મુ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન “ડાયસ્પોરાઃ અમૃત કાળમાં ભારતની પ્રગતિ માટે ભરોસાપાત્ર ભાગીદાર” વિષય પર કેન્દ્રિત હતું. આ કાર્યક્રમમાં ગુયાના અને સુરીનામના પ્રમુખો સહિત વિશિષ્ટ અતિથિઓએ ભાગ લીધો હતો અને ભારતીય ડાયસ્પોરાના વૈશ્વિક મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રવાસી ભારતીય દિવસનું મુખ્ય આકર્ષણ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર (પીબીએસએ)ની પ્રસ્તુતિ છે. આ પ્રતિષ્ઠિત સન્માન બિન-નિવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અથવા તેમના દ્વારા સ્થાપિત અને સંચાલિત સંસ્થાઓને આપવામાં આવે છે. પીબીએસએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપે છે અને શિક્ષણ, વિજ્ઞાન અને નવીનતા, વેપાર અને ઉદ્યોગ, કળા અને સંસ્કૃતિ, સામાજિક કાર્ય, જાહેર સેવા અને પરોપકારી જેવા ક્ષેત્રોમાં એનઆરઆઈ અને પીઆઈઓની સિદ્ધિઓ અને પ્રતિબદ્ધતા બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારો સમાપન સમારોહ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં 17માં પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2023માં ઈન્દોર, મઘ્યપ્રદેશમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે હતા.
આ પણ વાંચો…અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં જતા મુસાફરો માટે ખાસ સમાચાર