ટ્રેન્ડિંગનેશનલ

ભાજપની સત્તામાં મોંઘવારી અને બેરોજગારી વધી છે, દેશ માફ નહી કરે: પ્રતાપસિંહ ખાચરીયાવાસ

Text To Speech

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રતાપસિંહ ખાચરીયાવાસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પ્રતાપસિંહ ખાચરીયાવાસે કહ્યું કે, કોંગ્રેસની યાદીને લઇને લોકોમાં ચર્ચા છે. ભાજપની સરકાર આવ્યા પછી મોંઘવારી વધી ગઇ છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધી ગયા છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. દેશ ક્યારેય માફ નહી કરે. તમે ભગવાન રામનું નામ લો છો અને તેમના સિધ્ધાંતોની વિરૂધ્ધમાં કામ કરો છો, તે નહી ચાલે.

 ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓના નવા-નવા દાવપેચ જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. બીજી તરફ, રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાના શરૂ કરી દીધા છે.  ભાજપે પહેલા 41 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. હવે બીજી યાદી પણ જાહેર કરી છે. જેમાં 83 ઉમેદવારોનો સમાવેશ થાય છે. બીજી યાદીમાં 10 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે પણ પોતાની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં 33 ઉમેદવારોના નામ છે. ભાજપની પ્રથમ યાદીમાં સાત સાંસદોના નામ છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે. આ મુદ્દા પર ગેહલોત સરકારના મંત્રી પ્રતાપસિંહ ખાચરીયાવાસે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે આ ભાજપનો આંતરિક મામલો છે. તે એવા સાંસદોના ભરોસે ચૂંટણી લડવા માંગે છે જે અસફળ છે.

આ પણ વાંચો:  મોંઘવારી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર !

Back to top button