અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રશાંત વજીરાણીના ડોક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ
- ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી સહિત પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો
- MBBS, MD મેડિસીન, DNB મેડિસીન, DNB કાર્ડિયોલોજીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ
- દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રશાંત વજીરાણીના ડોક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ કરાયા છે. તેમજ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.
ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી સહિત પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો
સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી સહિત પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જ્યારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડૉ. પ્રશાંત વજીરાણીના ત્રણ વર્ષ માટે ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ કર્યાં છે. ગાંધીનગર સ્થિત તબીબી સેવાના અધિક નિયામકે 14 નવેમ્બરે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને ખ્યાતિ કાંડના આરોપી જવાબદાર તબીબી પ્રેક્ટિશનરો સામે યોગ્ય પગલ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ કાઉન્સિલ દ્વારા લેવાયેલા સુઓમોટોને ધ્યાને લેવામાં આવ્યું અને ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના સભ્યોને સાંભળા બાદ યોગ્ય વિચારણ કરાઈ હતી. જેમાં અંતે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સહિતની જનરલ બોડીએ ડૉ. પ્રશાંત વજીરાણી વિરુદ્ધમાં સચોટ પગલા લીધા હતા.
MBBS, MD મેડિસીન, DNB મેડિસીન, DNB કાર્ડિયોલોજીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ
ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ની કલમ 22(1)(b)(i) હેઠળનું ડૉ. પ્રશાંત વજીરાણીનું MBBS, MD મેડિસીન, DNB મેડિસીન, DNB કાર્ડિયોલોજીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પણ સમર્પિત કરવાનો નિર્દેશ કર્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં વીજ ચોરી, 32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ