ગુજરાતચૂંટણી 2022નેશનલ

પ્રશાંત કિશોરનો દાવો: ગુજરાત, હિમાચાલ પ્રદેશમાં કોંગ્રેસ હારશે

Text To Speech

દેશના રાજકારણમાં હાલ જે રણનીતિકારનું નામ ચર્ચાના ચગડોળે ચડ્યું છે તે છે પ્રશાંત કિશોર. તેમણે હાલમાં જે કહ્યું તે કોંગ્રેસ માટે નિરાશાજનક હશે. તેમણે તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની જે ચિંતન શિબિર યોજાઈ તેની સાર્થકતા પર સવાલ ઉઠાવ્યો છે. જેમાં પાર્ટીએ ભવિષ્યની રણનીતિ પર વિચાર-વિમર્શ કર્યો હતો. તેને લઈને હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, મને વારંવાર ઉદયપુર ચિંતન શિબિર વિશે પૂછવામાં આવ્યું છે. તો મારા મતે આ શિબિર યથાસ્થિતિને લાંબી ખેંચવા અને કોંગ્રેસ નેતૃત્વને થોડો સમય આપવા સિવાય કંઈ પણ બિજુ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી, ટૂંક સમયમાં યોજનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં હાર સુધી તો ખરું જ. આમ, પ્રશાંત કિશોરે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હારની પણ ભવિષ્યવાણી કરી છે.

કોંગ્રેસની ખોટી ધારણાઃ કોંગ્રેસ સાથે ચાલેલી વાતચીત કોઈ પરિણામ વગરની રહી હતી. ત્યારબાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસને લઈને કહ્યું હતું કે કોંગ્રેસ નેતા એવું માને છે કે સરકારને લોકો જાતે જ ઉખાડી ફેંકશે અને તેમને સત્તા મળી જશે. તેમણે કહ્યું કે, કોગ્રેસ લાંબા સમય સુધી સત્તામાં રહી છે અને તેને વિપક્ષમાં રહેતા આવડતું નથી. પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું હતું કે, મેં જોયું કે કોંગ્રેસના લોકો માને છે કે જ્યારે લોકો નારાજ થશે તો હાલની સરકારને ઉખાડી ફેંકશે અને અમે આવી જઈશું.

ઉદયપુરમાં હાલમાં જ કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. શિબિરમાં નેતાઓએ હાલના સમયમાં કોંગ્રેસ માટે ઊભા થયેલા પડકારો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે જ જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે તે માટે રણનીતિ પણ તૈયાર કર્યાના અહેવાલો મળી રહ્યા છે.

 

Back to top button