પ્રશાંત ભૂષણની દિલ્હી રમખાણ કેસમાં સંડોવણી? મુખ્ય શકમંદો સાથે ઘડ્યું કાવતરું
- રમખાણો પહેલા પ્રશાંત ભૂષણની ઓફિસમાં યોજાયેલી બેઠકમાં કાવતરૂ ઘડવામાં આવ્યું હતું
- બેઠકમાં મુખ્ય શકમંદો ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, યોગેન્દ્ર યાદવ રહ્યા હતા ઉપસ્થિત
નવી દિલ્હી, 28 ડિસેમ્બર : દિલ્હી રમખાણ કેસમાં પ્રશાંત ભૂષણની સંડોવણીની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે રમખાણો પહેલાં મુખ્ય શકમંદો ઉમર ખાલિદ, સરજીલ ઈમામ, યોગેન્દ્ર યાદવ સાથે બેઠક યોજી હોવાનો પોલીસની ચાર્જશીટમાં ખુલાસો થયો છે. ચાર્જશીટ મુજબ, પ્રશાંત ભૂષણે રમખાણો પહેલાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, યોગેન્દ્ર યાદવ સાથે કાવતરું ઘડવાની બેઠક પોતાની ઓફિસમાં યોજી હતી તેમજ પ્રશાંત ભૂષણ દ્વારા હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજો પણ એ સાબિત કરે છે કે, 8મી ડિસેમ્બર 2019ના રોજ યોજાયેલી બેઠક જ્યાં યોજાઈ હતી, જ્યાં ચાર્જશીટ મુજબ દિલ્હી વિરોધી હિંદુ રમખાણોનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તે ચોક્કસ સરનામું ખરેખર પ્રશાંત ભૂષણની ઓફિસ છે.
દિલ્હીમાં 2020 દરમિયાન થયેલા હિંદુ વિરોધી રમખાણોએ દેશને આઘાતમાં મૂકી દીધો હતો. 24મી અને 25મી ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બેલગામ હિંસા અને રમખાણોથી ઘેરાઈ ગયું હતું, જે અમુક ગ્રુપ દ્વારા એક વિસ્તૃત કાવતરું ઘડવામાં આવ્યા બાદ ફાટી નીકળ્યું હતું. ઓપ ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલના એક વિસ્તૃત અહેવાલ અનુસાર, હિંસા ભડકાવવા અને આયોજન કરવામાં તેમની ભૂમિકા માટે કેટલાક કાવતરાખોરો પર આરોપ મૂકવામાં આવ્યો છે અને જેલમાં બંધ છે. જો કે, ઘણી વ્યક્તિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ષડયંત્રમાં સામેલ હતી, જેનું હિંસા પછીની તપાસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું નથી. યાદ રહે, એ દિવસોમાં જ અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવેલા હતા.
યોગેન્દ્ર યાદવ, શરજીલ ઇમામ, ઉમર ખાલિદ અને અન્યો વચ્ચે કુખ્યાત બેઠક
8મી ડિસેમ્બર 2019ના રોજ, યોગેન્દ્ર યાદવ, શરજીલ ઇમામ, ઉમર ખાલિદ અને અન્ય લોકો વચ્ચે જંગપુરાના ભોંયરામાં એક બેઠક યોજાઈ હતી. આ મીટિંગની તસવીર દિલ્હી પોલીસે ચાર્જશીટમાં સામેલ કરી છે. આ બેઠકમાં જ ચાર્જશીટ મુજબ ચક્કાજામનો અમલ કેવી રીતે કરવો તેની યોજના ઘડવામાં આવી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, તે શરજીલ ઇમામ હશે જે દિલ્હી અને તેની આસપાસની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓનું આયોજન કરશે અને તેનું નેતૃત્વ કરશે તેમજ યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ અને સ્વરાજ્ય અભિયાન જેવી સંસ્થાઓ એકબીજાને દરેક રીતે મદદ કરશે. ચાર્જશીટ મુજબ, એક સાક્ષી દ્વારા આ ખુલાસો થયો છે.
ચાર્જશીટ મુજબ, એવું સ્પષ્ટ થાય છે કે જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તેમાં જંગપુરામાં યોજાયેલી આ બેઠક મુખ્ય હતી. આ બેઠકમાં જ હિંસાના બીજ વાવવામાં આવ્યા હતા અને શરજીલ ઈમામ અને ઉમર ખાલિદ જેવા સંગઠનો અને લોકો વચ્ચે સહયોગી પ્રયાસ નક્કી કરવામાં આવ્યો હતો.
8મી ડિસેમ્બરની આ કુખ્યાત બેઠક યોજવામાં આવી હતી
ચાર્જશીટ મુજબ, આ મુખ્ય બેઠક જંગપુરાના એક ભોંયરામાં યોજાઇ હતી. મીટિંગનું સરનામું 6/6 જંગપુરા એક્સ્ટ્રા છે. જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે તે બહાર આવ્યું છે કે 6/6 જંગપુરાનું આ સરનામું જ્યાં આવેલું ત્યાં પ્રશાંત ભૂષણની કચેરી છે. પ્રશાંત ભૂષણ પાસે ઘણી જગ્યાઓ છે જ્યાંથી તે કાર્ય કરે છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર સૂચિબદ્ધ તેમની સત્તાવાર ચેમ્બરની (કારણ કે તે રેકોર્ડ પર એડવોકેટ છે) માહિતી છે. 2021માં, ડો. જેકબ પુલિયેલની રસીકરણના ડેટાને પ્રકાશિત કરવાની માંગણી કરતા કેસનાં પ્રશાંત ભૂષણ વકીલ હતા. જેમાં પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટમાંથી એક સંદેશાવ્યવહાર મળ્યો હતો. તેમાં પ્રશાંત ભૂષણે હસ્તાક્ષર કર્યા હતા અને આ દસ્તાવેજમાં પ્રશાંત ભૂષણના 6/6 જંગપુરાના સરનામાને દર્શાવવામાં આવ્યું હતું. પ્રશાંત ભૂષણ દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરાયેલો સુપ્રીમ કોર્ટનો આ દસ્તાવેજ એ સાબિત કરે છે કે, 8 મી ડિસેમ્બર, 2019ના રોજ બેઠક યોજવામાં આવી હતી તેનું ચોક્કસ સરનામું, જ્યાં ચાર્જશીટ અનુસાર દિલ્હી-હિન્દુ રમખાણોની કાવતરું ઘડવામાં આવ્યું હતું, તે ખરેખર તો પ્રશાંત ભૂષણની ઓફિસ હતી.
Breaking: SC issues notice to the govt&vaccine companies on a petition by Dr Jacob Puliyel, former member of the National Technical Advisory Group on Immunization, seeking vaccine data (trial data & post Vaccination data)& against coercive vaccine mandateshttps://t.co/ulPCQqZPN1
— Prashant Bhushan (@pbhushan1) August 9, 2021
ષડયંત્રની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે 5મી ડિસેમ્બરના રોજ દિલ્હીના હિંદુ વિરોધી રમખાણોનું કાવતરું ઘડાયું. FIR 59/2020 સંબંધિત દાખલ કરવામાં આવેલી 2700 પાનાની ચાર્જશીટમાં, દિલ્હી પોલીસે લગભગ 700 પાનામાં કાવતરાના ઘટનાક્રમનું વિગતવાર વર્ણન કર્યું છે. 2020ની ફેબ્રુઆરીના આ રમખાણોએ અસ્પષ્ટ રીતે ડિસેમ્બરની હિંસા સાથે જોડાયેલા હતા જે દેશના વિવિધ ભાગો જેમ કે દિલ્હી, યુપી અને અન્ય સ્થળોએ ફાટી નીકળ્યા હતા.
5મી ડિસેમ્બરે CAA (નાગરિકતા સંશોધન બિલ) સંસદમાં રજૂ થયા બાદ શરજીલ ઈમામે JNUનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. દિલ્લી પોલીસની ચાર્જશીટમાં એવું બહાર આવ્યું છે કે, શરજીલ ઇમામ અને અરશદ વારસી (જામિયાના વિદ્યાર્થી) સતત સંપર્કમાં હતા અને શરજીલ જામિયા (SOJ)ના “કટ્ટરપંથી સાંપ્રદાયિક જૂથ” વિદ્યાર્થીઓના પણ સંપર્કમાં હતો. 2023માં, અરશદ વારસીની પુણેમાંથી ISIS આતંકી મોડ્યુલના સંબંધમાં દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
6ઠ્ઠી ડિસેમ્બરના રોજ, શરજીલ ઈમામે પોતે લખેલા પેમ્ફલેટ્સનું MSJ ગ્રુપની મદદથી જામા મસ્જિદ વિસ્તારમાં વિતરણ કર્યું હતું. આ હકીકત શરજીલ ઈમામ અને અરશદ વારસી વચ્ચે રિકવર થયેલી ચેટ્સ દ્વારા જાણવા મળી છે. આ પત્રિકાઓ સાંપ્રદાયિક હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને મુસ્લિમ સમુદાયમાં નફરતને ઉશ્કેરવાનો હતો. કેટલાક પેમ્ફલેટમાં “અલ્લાહનો કાયદો બધાથી ઉપર” અને “અલ્લાહનો આદેશ દરેક કાયદાથી ઉપર છે” તેમ લખવામાં આવ્યું હતું.
6ઠ્ઠી ડિસેમ્બરના રોજ મસ્જિદોમાં વિતરિત કરાયેલા પેમ્ફલેટમાં જંતર-મંતર ખાતે ‘યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ’ દ્વારા યોજવામાં આવેલા દેખાવોમાં મોટી સંખ્યામાં જોડાવા અને “ટોળાને એકત્ર કરવા” માટે હાકલ કરવામાં આવી હતી. તો 7મી ડિસેમ્બરે શરજીલ ઈમામે કહ્યું હતું કે, તે યુનાઈટેડ અગેન્સ્ટ હેટ દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. આ હકીકત અરશદ વારસી સાથેની તેમની વોટ્સએપ વાતચીત દ્વારા બહાર આવી છે. 7મી ડિસેમ્બરના રોજ, શરજીલ ઈમામે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે આગામી સપ્તાહમાં કંઈક મોટું આયોજન કરી રહ્યો છે અને તે હેતુ માટે તેઓ MSJ સભ્યોની મદદથી DU, AMU વગેરેના વિદ્યાર્થીઓને એકત્ર કરશે.
ચાર્જશીટમાં મુજબ, 7મી ડિસેમ્બરે, યુનાઈટેડ અગેન્સ્ટ હેટ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં યોગેન્દ્ર યાદવ, ઉમર ખાલિદ, નદીમ ખાન, શરજીલ ઈમામ, ઈફત અને સાઈ બાલાજી પણ હાજર હતા. આ વિરોધમાં તેઓએ CAA વિરુદ્ધ ભાષણો આપ્યા હતા. પ્રશાંત ભૂષણ દ્વારા હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજો સાબિત કરે છે કે, 8મી ડિસેમ્બર 2019ના રોજ બેઠક જ્યાં યોજાઈ હતી, ત્યાં ચાર્જશીટ મુજબ દિલ્હી વિરોધી હિંદુ રમખાણોનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તે ચોક્કસ સરનામું ખરેખર પ્રશાંત ભૂષણનું કાર્યાલય છે.
ચાર્જશીટ મુજબ આ બેઠકમાં ચાર મહત્ત્વની બાબતો નક્કી કરવામાં આવી હતી
- યોગેન્દ્ર યાદવ, શરજીલ ઈમામ અને ઉમર ખાલિદ વચ્ચે નક્કી થયું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ મુસ્લિમોને સંવોધવા અને ચક્કાજામ માટે લોકોને એકત્ર કરવા માટે કરવામાં આવશે.
- મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.
- ચક્કાજામ માટે સમાન વિચારધારા ધરાવતા મુસ્લિમ સંગઠનો સાથે ગઠબંધન કરવાના પ્રયાસો કરવા જોઈએ.
- ચક્કાજામ શરૂ કરવા માટે મસ્જિદો કેન્દ્રબિંદુ હોવી જોઈએ અને ઈમામોની મદદ લેવી જોઈએ.
આ પણ જુઓ :ICICI BANKના પૂર્વ MD ચંદા કોચર પર ટામેટા પેસ્ટ કંપની સાથે છેતરપિંડીનો આરોપ