અંબાજી મંદિરમાં હવે મોહનથાળનો પ્રસાદ નહીં મળે, જાણો શું નિર્ણય લેવાયો તંત્ર દ્વારા !


ગુજરાતનું સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં હવેથી પ્રખ્યાત મોહનથાળનો પ્રસાદ નહીં મળે. મોહનથાળની જગ્યાએ ભક્તોને ચીકીનો પ્રસાદ મળશે. ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકશે.
આ પણ વાંચો : અમદાવાદ : નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે
સૂકા પ્રસાદની રજૂઆત અને મંતવ્યો બાદ મંદિરના પ્રશાસન દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે ચર્ચા વિચારણા ચાલુ છે. સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માગ છે. જે મંદિરોની માગ જોઈને અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી મંદિર ખાતે મળતો હતો તે હવે કદાચ નહીં મળે ત્યારે કેટલાક ભક્તો દુખી પણ થયા છે કે તેમણે તો એ મોહનથલનો પ્રસાદ જ સારો લાગે છ.
ઉલ્લેખનીય છે કે મોહનથાળનો પ્રસાદ વધુ દિવસ સુધી રાખી શકતો ન હોવાથી આવી માંગને લીધે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક ભક્તોને આ સાંભળી દુખ પણ થયું કે વર્ષોથી મળતો મોહનથલનો પ્રસાદ હવે મળશે નહીં. મહુડી સહિતના અન્ય મંદિરમાં પણ સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે ત્યારે કેટલાક ભક્તોનું એવું માનવું છે કે મંદિરની જે પરંપરા હોય તે ન બદલવી જોઈએ.