ટ્રેન્ડિંગનેશનલવિશેષશ્રી રામ મંદિર

પ્રાણ પ્રતિષ્ઠાઃ 85 વર્ષીય વૃદ્ધ મહિલા તેમનું 30 વર્ષ જૂનું મૌન વ્રત તોડશે

ધનબાદ, 09 જાન્યુઆરી : 85 વર્ષીય એક બુજુર્ગ મહિલા સરસ્વતી દેવી તેમના 30 વર્ષ જૂના મૌન વ્રતને તોડશે. તેણીએ વર્ષ 1992માં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે રામ મંદિરનું ઉદ્દઘાટન થશે ત્યારે તેણી તેનું મૌન તોડશે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ પ્રસંગે ઝારખંડના એક 85 વર્ષીય બુજુર્ગ મહિલા સરસ્વતી દેવી તેના 30 વર્ષ જૂના મૌન વ્રતને તોડશે, તેણીએ વર્ષ 1992માં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે ત્યારે તેણી તેનું મૌન તોડશે. આ અંગે તેમના પરિવારે કહ્યું કે જે દિવસે 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, ત્યારે સરસ્વતી દેવીએ આ પ્રતિજ્ઞા લીધી હતી

ધનબાદ નિવાસી સરસ્વતી દેવી મંદિરનું ઉદ્દઘાટન જોવા માટે સોમવારે રાત્રે ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશના અયોધ્યા જવા રવાના થઈ ગયા હતા. સરસ્વતી દેવી અયોધ્યામાં ‘મૌની માતા’ તરીકે ઓળખાય છે. તે સાંકેતિક ભાષા દ્વારા પરિવારના સભ્યો સાથે વાતચીત અને લખાણ દ્વારા લોકો સાથે પણ વાત કરે છે.

બપોરે એક કલાક વાત, 23 કલાક મૌન

થોડાં વર્ષ પહેલાં તેમણે મૌનની પ્રતિજ્ઞામાં થોડા સમય માટે વિરામ લીધો હતો અને દરરોજ બપોરે એક કલાક વાતચીત કરતા હતા. આ ક્રમ તેમણે 2020 સુધી  ચાલુ રાખ્યો, પરંતુ જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ઑગસ્ટ, 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ કર્યો તે દિવસથી સરસ્વતી દેવીએ ફરી સંપૂર્ણ મૌન પાળવાનું નક્કી કર્યું હતું. તેમના 55 વર્ષના પુત્ર હરેરામ અગ્રવાલે કહ્યું, કે, જ્યારે 6 ડિસેમ્બર, 1992ના રોજી વિવાદી માળખું તોડી પાડવામાં આવ્યું ત્યારથી મારી માતાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સુધી મૌન રાખવાના શપથ લીધા હતા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થઈ ત્યારથી તે ખૂબ જ ખુશ છે.

પતિના મૃત્યુ પછી રામને પોતાનું જીવન સમર્પિત કર્યું

તેઓ સોમવારે રાત્રે ધનબાદ રેલવે સ્ટેશનથી ગંગા-સતલજ એક્સપ્રેસમાં અયોધ્યા જવા નીકળી ગયા હતા. રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહંત નૃત્ય ગોપાલ દાસના શિષ્યો દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાર પુત્રીઓ સહિત આઠ બાળકોની માતા સરસ્વતી દેવીએ 1986 માં તેમના પતિ દેવકીનંદન અગ્રવાલના મૃત્યુ પછી ભગવાન રામને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, ત્યારબાદ તેમનો મોટાભાગનો સમય તીર્થયાત્રાઓમાં વિત્યો હતો.

હાલમાં તેઓ પુત્ર નંદલાલ અગ્રવાલ સાથે ધનબાદના ધૈયામાં રહે છે. નંદલાલના પત્ની ઇન્નુ અગ્રવાલ (53)એ જણાવ્યું કે લગ્નના થોડા મહિનાઓ પછી તેમણે તેમના સાસુને ભગવાન રામની ભક્તિમાં મૌન ઉપવાસ કરતા જોયા. તેમજ અમે તેમની મોટાભાગની સાંકેતિક ભાષા સમજીએ છીએ, પરંતુ તે લેખિતમાં જે પણ વાત કરે છે, તેમાં તે અઘરા વાક્યો લખે છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતાએ રામભક્તોને અક્ષત વહેંચવા સોસાયટીમાં આવતાં રોક્યા, કહ્યું- આગળ જાવ

Back to top button