પ્રાણ પ્રતિષ્ઠામાં સંગીતમય કાર્યક્રમ ‘મંગલ ધ્વનિ’નું આયોજન, 50થી વધુ વાદ્ય યંત્રો ગુંજશે
- વિવિધ રાજ્યોના 50થી વધુ ઉત્કૃષ્ટ સંગીતનાં સાધનો એકસાથે મંદિર પરિસરમાં ગુંજી ઉઠશે
- મંદિર પરિસરમાં પરંપરાગત ભારતીય સંગીતનાં સાધનોની મધુર ધૂન બે કલાક સુધી વાગશે
અયોધ્યા, 21 જાન્યુઆરી: અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને જનતાનો ઉત્સાહ અને અપેક્ષાઓ વૈશ્વિક શિખરે પહોંચી ગયો હોવાથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે જાહેરાત કરી કે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહને ‘મંગલ ધ્વની’ નામના સંગીતમય કાર્યક્રમ દ્વારા ચિહ્નિત કરવામાં આવશે. આ શુભ અવસર પર વિવિધ રાજ્યોના 50થી વધુ ઉત્કૃષ્ટ વાદ્યયંત્ર એક સાથે વગાડવામાં આવશે અને લગભગ બે કલાક સુધી ગુંજશે. અયોધ્યાની જ યતીન્દ્ર મિશ્રા દ્વારા સંચાલિત આ ભવ્ય સંગીતમય પ્રસ્તુતિને નવી દિલ્હીની સંગીત નાટક અકદમીનું સમર્થન પ્રાપ્ત કરે છે.
Immersed in devotion, the Prana Pratishtha ceremony at Shri Ram Janmabhoomi in Ayodhya will be graced by the majestic ‘Mangal Dhwani’ at 10 AM. Witness over 50 exquisite instruments from different states come together for this auspicious occasion, resonating for nearly two hours.… pic.twitter.com/9YlmraFFLx
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 21, 2024
ટ્રસ્ટે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામની ઉજવણી અને સન્માનમાં વિવિધ પરંપરાઓને એકસાથે લાવીને આ પ્રસંગ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ સાબિત થશે. આ કાર્યક્રમ સવારે 10 કલાકે શરૂ થશે.
કાર્યક્રમને લઈને મંદિર ટ્રસ્ટે શેર કરી હતી માહિતી
મંદિર ટ્રસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરતા જણાવ્યું કે, “વિવિધ રાજ્યોના 50થી વધુ ઉત્કૃષ્ટ સંગીતનાં સાધનો આ શુભ અવસર પર એકસાથે વગાડવામાં આવશે અને લગભગ બે કલાક સુધી ગુંજતું રહેશે. વિવિધ રાજ્યોના અનોખા વાદ્યો એક દૈવી ઓર્કેસ્ટ્રામાં એક થશે. ભારતની વર્ષો જૂની પરંપરાઓને સ્વીકારવાની અને તેને પુનર્જીવિત કરવાની આ એક મહત્વપૂર્ણ તક છે”
વિવિધ રાજ્યોના સંગીતના સાધનોનો કરવામાં આવશે સમાવેશ
કાર્યક્રમનું મુખ્ય પાસું પરંપરાગત સંગીતનાં સાધનો વગાડવાનું રહેશે જેવા કે યુપીમાંથી પખાવજ-વાંસળી અને ઢોલક, કર્ણાટકની વીણા, મહારાષ્ટ્રની સુંદરી, ઓડિશાથી મર્દાલા, MPમાંથી સંતૂર, મણિપુરથી પુંગ, આસામથી નાગારા અને કાલી, છત્તીસગઢથી તંબુરા, દિલ્હીથી શરણાઈ, રાજસ્થાનથી રાવણ હત્થા, પશ્ચિમ બંગાળથી શ્રીખોલ અને સરોદ, આંધ્રપ્રદેશથી ઘાટમ, ઝારખંડથી સિતાર, ગુજરાતથી સંતાર અને પખાવજ, ઉત્તરાખંડથી હુડકા અને તમિલનાડુથી નાગસ્વરમ, તવિલ અને મૃદંગમથી મંદિર પરિસર ગુંજી ઉઠશે.
મંદિર સંકુલ બે કલાક સુધી વાદ્યયંત્રથી ગુંજશે
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિર સંકુલ પરંપરાગત ભારતીય સંગીતનાં સાધનોની મધુર ધૂનથી બે કલાક સુધી ગુંજી ઉઠશે. આ પહેલા શુક્રવારે રામ મંદિરના ગર્ભગૃહમાં ‘જય શ્રી રામ’ના જયઘોષ વચ્ચે રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ને ચિહ્નિત કરતી ધાર્મિક વિધિઓ કરશે, જ્યારે લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં પૂજારીઓની ટીમ મુખ્ય ધાર્મિક વિધિઓનું નેતૃત્વ કરશે.
આ પણ જુઓ: રામ આયેંગે તો અંગના સજાઉંગી…દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર, જુઓ Photos