રામ મંદિરમાં આજથી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શુભારંભ, 18મીએ ગર્ભગૃહમાં મુકાશે મૂર્તિ
- 121 આચાર્યો દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તમામ વિધિઓ કરવામાં આવશે
અયોધ્યા, 16 જાન્યુઆરી : અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ આજથી એટલે કે 16 જાન્યુઆરીના રોજ દશવિધ સ્નાન અને પ્રાયશ્ચિત વિધિથી શરૂ થવા જઈ રહ્યો છે જે 22 જાન્યુઆરી સુધી ચાલશે. વારાણસીના આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને કાશીના મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં 121 આચાર્યો દ્વારા રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેશે. ત્યારે અયોધ્યામાં રૂપેશ સિંહ નામના કલાકાર દ્વારા રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભગવાન રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરના ગર્ભગૃહમાં સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યું છે. સાગના લાકડા પર સોનાનો પડ ચડાવવામાં આવ્યો છે. આ દ્વારની બરાબર સામે ભગવાન રામલલાનું ગર્ભગૃહ છે, અહીંથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે.
भगवान श्री रामलला सरकार के गर्भगृह में स्वर्ण मंडित द्वार की स्थापना के साथ ही भूतल पर सभी 14 स्वर्ण मंडित द्वारों की स्थापना का कार्य संपन्न हुआ।
With the installation of Golden Doors in the Garbhgriha of Bhagwan Shri Ramlalla Sarkar, installation work of all golden doors on… pic.twitter.com/GYhPDBnXYI
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 15, 2024
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે કલાકાર તૈયાર કરી રહ્યો છે સેન્ડ આર્ટ
બલિયાના રહેવાસી અને MGKV (મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ)ના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી રૂપેશ સિંહએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે સેન્ડ આર્ટ તૈયાર કરી રહ્યો છે. કલાકાર રૂપેશ દ્વારા જણાવવામાં આવ્યું કે, “રામાયણમાં ઉલ્લેખ છે કે ભગવાન રામ 14 વર્ષ સુધી વનવાસમાં ગયા હતા, પરંતુ હકીકતમાં તેઓ તેમના જન્મસ્થળ અયોધ્યાથી છેલ્લી પાંચ સદીઓથી દૂર છે. હવે જ્યારે દરેકના પ્રયત્નોથી ભગવાન રામ તેના ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે હું ભગવાન રામના જીવનને દર્શાવતી વિશ્વની સર્વોચ્ચ સેન્ડ આર્ટ બનાવવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાના સંકલ્પ સાથે અહીં છું,”
VIDEO | Rupesh Singh, resident of Ballia and fine arts student from MGKV (Mahatma Gandhi Kashi Vidyapith) is preparing sand art in #Ayodhya for the #RamMandirPranPratishta.
“In Ramayana, it is mentioned that Lord Ram went to Vanvas for fourteen years, but in reality, he has been… pic.twitter.com/KMOOviIG4r
— Press Trust of India (@PTI_News) January 15, 2024
દરવાજા પર ભગવાન ગણેશ અને ગરુડ
ગર્ભગૃહમાં સ્થાપિત સુવર્ણ દ્વાર ચાર ભાગમાં છે. એક ભાગની પહોળાઈ લગભગ અઢી ફૂટ એટલે કે દરવાજાની કુલ પહોળાઈ લગભગ 10 ફૂટ જેટલી છે અને ઊંચાઈ પણ લગભગ 8 ફૂટ જેટલી છે. દરવાજાના દરેક ભાગમાં ગરુડજી બિરાજમાન છે, જ્યારે દરવાજાની ફ્રેમ આરસની બનેલી છે અને જમણી બાજુએ ભગવાન ગણેશની મૂર્તિ છે.
7 દિવસ સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ
16મી જાન્યુઆરી : રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ આજથી શરૂ થવા જઈ રહી છે. આજે આચાર્ય તપશ્ચર્યા અને કર્મકુટી પૂજન કરાવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા નિયુક્ત યજમાન પ્રથમ પ્રાયશ્ચિત સમારોહનું સંચાલન કરશે. જેમાં યજમાનો વતી સરયુ નદીના કિનારે દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજા અને ગાયનું તર્પણ કરવામાં આવશે. દશવિધ સ્નાનમાં, પાંચેય તત્વો – પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ અને આકાશ – દેવતાની મૂર્તિને પૂજવામાં આવે છે.
17મી જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિ શહેરમાં ફર્યા બાદ મંદિર પરિસરમાં પ્રવેશ કરશે.
18 જાન્યુઆરીના રોજ રામલલ્લાને પહેલીવાર ગર્ભગૃહમાં લાવવામાં આવશે અને આ દિવસથી જ અભિષેકની વિધિ શરૂ થશે.
18મી જાન્યુઆરીએ જ તીર્થપૂજન, જળયાત્રા, જલાધિવાસ અને આધિવાસ થશે.
19 જાન્યુઆરીએ સવારે ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ અને સાંજે ધન્યાધિવાસ થશે.
20મી જાન્યુઆરીએ સવારે શર્કરાધિવાસ અને ફળોત્સવ અને સાંજે પુષ્પાધિવાસ થશે.
21મી જાન્યુઆરીએ સવારે મધ્યાધિવાસ થશે અને સાંજે સૈય્યાધિવાસ થશે.
21 જાન્યુઆરીએ રામલલ્લાને વિશેષ પૂજા અને હવન સાથે 125 કલશથી સ્નાન કરાવવામાં આવશે.
22 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે સાંસ્કૃતિક એટલે કે શુભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 22 જાન્યુઆરીએ મૃગાશિરા નક્ષત્રમાં બપોરે રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
PM મોદી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે હાજર રહેશે
22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામલલ્લાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ જન્મભૂમિ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે અને 150 પરંપરાના ધર્મગુરુઓ ઉપસ્થિત રહેશે. વારાણસીના આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને કાશીના મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં 121 આચાર્યો દ્વારા ભગવાન રામલલાના અભિષેક સમારોહની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે દેશભરની તમામ પરંપરાના ઋષિ-મુનિઓ મહાત્મા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સાક્ષી બનશે.
5 વર્ષ જૂની રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે
રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. ગર્ભગૃહમાં 5 વર્ષના બાળ સ્વરૂપમાં રામલલાની મૂર્તિ હશે, જે કૃષ્ણશિલા પર બનાવવામાં આવી છે, જેનું વજન 150 થી 200 કિલો છે. શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પસંદગી થયા બાદ રામલલાનો પરિવાર ઘણો ખુશ છે. અરુણ યોગીરાજના ભાઈ સૂર્ય પ્રકાશ આજે પોતાને ધન્ય માની રહ્યા છે.
આ પણ જુઓ :અયોધ્યાઃ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો કાર્યક્રમ જાહેર, રામલલાની પ્રતિમા થઈ નક્કી