પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો આજે 10મો દિવસ, જાણો શું છે ખાસ
અમદાવાદમા ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને આજે 10મો દિવસ છે. પ્રમુખ સ્વામી નગરમાં રોજ અલગ અલગ દિનની ઉજવણી કરવામાં આવશે અને જુદા જુદાવિષયો પર વિવિધ મહાનુભાવો દ્વારા વ્યાખ્યાન કરવામાં આવે છે. ત્યારે પ્રમુખ સ્વામી નગરમાં ઉજવાઈ રહેલા આ મહોત્સવમાં આજે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિનની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવમાં તમામ લોકો માટે માસ્ક ફરજિયાત, બિમાર દર્શનાથીઓ પ્રવેશ નહીં કરી શકે
કોરોના ગાઈલાઈનનું પાલન
રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને પ્રમુખસ્વામી નગરમાં આવતા ભક્તો માટે કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં વિદેશથી આવતા ભક્તોને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે. અને તમામને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખવુ, બીમાર વ્યક્તિએ આવવુ નહી વગેરે નિયમોનું પાલન કરાવવામાં આવશે.
આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવ : બાપાએ 7 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને 11 નિ:શુલ્ક મોબાઈલ દવાખાના શરૂ કર્યા હતા
આજે ઉજવાશે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
પ્રમુખ સ્વામી નગરમાં આજે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત વિવિધ મહાનુંભાવો દ્વારા તેના પર વ્યાખ્યાન આપશે. અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે તેમના સમયમાં હજારો-લાખોની સંખ્યામાં લોકોને વ્યસનથી મુક્ત કર્યા હતા અને સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો છે. ત્યારે આજે તેમના આ સંદેશને લોકો સુધી પહોચાડવા માટે પ્રમુખસ્વામી નગરમાં વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિનની ઉજવણી કરવામાં આવશે.
આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત
આજે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન નિમિત્તે પ્રમુખસ્વામી નગરમાં 8 : 30 AM થી 2: PM સુધી વ્યાખ્યાન યોજાશે. જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ, જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત સરકારના કાયદા અને ન્યાય (કેબિનેટ) મંત્રી રૂષિકેશ જી. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના સોલિસિટર જનરલ એસ.વી. રાજુ, ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કમલ બી.ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્વમાં 8 થી 10 લાખ પેકેજ છોડીને યુવકો કરે છે ટોયલેટ સાફ કરવાની સેવા