પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : આજે ઉજવાશે સમરસતા દિન, જાણો શું હશે ખાસ
અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દીના આ ભવ્ય મહોત્સવમાં મગ્ન થઇ ગયું હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનગરમાં જનમેદની સંખ્યા વધી રહી છે. જેમ જેમ લોકોને આ ભવ્ય મહોત્સવ વિશે ખબર પડે છે. તેમ તેમ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. દેશ વિદશથી લોકો આ ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે. અને અહી આવતા ભાવી ભક્તો માટે પણ અમદાવાદ BAPS સંસ્થા દ્વારા અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. જેથી અહી આવીને ભક્તોને અદભુત અનૂભૂતિ થતી હોય છે.
આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવમાં આજે છઠ્ઠા દિવસે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના આગેવાનોએ આપી હાજરી
રોજ રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદમાં એક મહિના સુધી ‘પ્રમુખ સ્વામી મહારાજનગર’ અનેક વિધ કાર્યક્રમોથી ગુજતું રહે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે રોજ અલગ અલગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આ દિનની ઉજવણી કરીને લોકોના મનમાં પ્રમુખ સ્વામીના વિચારોનું સિંચન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં વિવિધ મહાનુંભવો ઉપસ્થિત રહેતા હોય છે. તેમજ જે લોકો અહી આવી નથી શકતા તેમના તેઓ ઘરે બેસીને આ કાર્યક્રમને નિહાળી શકે તેના માટે તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવઃ રોજ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ લે છે મુલાકાત, આજે આવશે આ મહાનુભવો
આજે સમરસતા દિનની ઉજવણી કરાશે
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં વિવિધ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવના સાતમાં દિવસે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવશે. અહી સભાગૃહમાં મહાનુભવો ઉપસ્થિત રહીને પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ અર્પણ કરશે. વિવિધ રીતે ભક્તોને સંદેશ આપવામાં આવશે.
આજે પ્રમુખ સ્વામી નગરના નારાયણ સભાગૃહમાં સાંજે 5 થી 7: 30 સમરસતા દિનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં અતિથિ વિશેષ તરિકે, મોહન ભાગવત, (સરસંઘચાલક – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), ડો. મિલિંદ કાંબલે -( સ્થાપક અધ્યક્ષ – દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) , ડો. બિજય સોનકર શાસ્ત્રી -( ભૂતપૂર્વ ચેરમેન – ભારત સરકારના), ચંદ્રકાંત ગોગરી – (ચેરમેન – આરતી ઇન્ડસ્ટ્રીઝ લિ), મહંત શંભુપ્રસાદ ટુંડિયા જી -( મહંત – સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન), ડો.વિજય પાટીલ – (પ્રમુખ – ડીવાય પાટીલ યુનિવર્સિટી), સામવેગભાઈ લાલભાઈ – (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – અતુલ લિ)., જક્ષય શાહ – (ડિરેક્ટર – સેવી ગ્રુપ), HDH ષષ્ઠપીઠાધીશ્વર પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી ( મહારાજશ્રી, વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108), બળવંતસિંહ રાજપૂત -( કેબિનેટ મંત્રી – ગુજરાત સરકારના), સંજીવ ડાંગી – ઉપપ્રમુખ – દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ડીઆઈસીસીઆઈ), પ્રો. આલોક કુમાર ચક્રવાલ – (વાઇસ ચાન્સેલર – ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલય, બિલાસપુર), પ્રો.હિમાંશુ પંડ્યા – (વાઇસ ચાન્સેલર – ગુજરાત યુનિવર્સિટી), તરુણ વિજય – (ભૂતપૂર્વ સભ્ય, રાજ્યસભા), જગદીશભાઈ વિશ્વકર્મા- ( રાજ્ય મંત્રી, ગુજરાત સરકારના) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી નગરમાં આજે ‘સંવાદિતા દિન’ની ઉજવણી, જાણો શું છે ખાસ
ગઇ કાલે સંવાદિતા દિન ઉજવાયો હતો
ગઇ કાલે ‘પ્રમુખ સ્વામી મહારાજનગર’ ના સભાગૃહમાં સંવાદિતા દિન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અને તેમજ વિવધ વિષયો પર કોન્ફરન્સ પણ યોજાઇ હતી.
આ પણ વાંચો :પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ, આ છે સમગ્ર કાર્યક્રમ