પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : સેવા દિનની ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ
પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની અમદાવાદના આંગણે ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. જેમા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી પણ ઠેર ઠેર લાખો ભકતો ઊમટી રહ્યા છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજનગર ખાતે પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ દિવસો વિશેષ કાર્યક્રમ દ્વારા ભક્તોને પ્રમુખ સ્વામીના જીવન સંદેશ વિશે માહીતી આપવામાં આવે છે. જે અંતર્ગત આજે પ્રમુખ સ્વામી નગરમાં સેવા દિનની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઇડલાઇનના આ નિયમોનું કરવું પડશે પાલન
જાણો આજનો સમગ્ર કાર્યક્રમ
પ્રમુખ સ્વામી નગરના નારાયણ સભાગૃહમાં સાંજે 5 થી 7:30માં સેવા દિનની ઉજવણી કરવામા આવશે. જેની નિઃસ્વાર્થ સેવાની ઉજવણી થીમ રાખવામાં આવી છે. આ કાર્યક્મમાં વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહેશે અને નિઃસ્વાર્થ સેવા વિશે વ્યાખ્યાન આપશે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં નિઃસ્વાર્થ ભાવે અનેક લોકોની સેવા કરી છે, ત્યારે તેમની સેવા ભાવનાને દર્શાવવા અને તેમનો આપેલો સંદેશ સમાજના લોકો સુધી પહોંચે તે માટે આજે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રેકોર્ડબ્રેક લોકો પહોંચ્યા, આંકડો જાણી રહેશો દંગ
આજના કાર્યક્રમના મુખ્ય મહેમાનો
આજના આ ખાસ કાર્યક્રમમાં સંસદ સભ્ય અને ભાજપના વરિષ્ઠ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદના પ્રમુખ અને
સંસદ સભ્ય વિનય સહસ્રબુદ્ધે, ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી, ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે. લાહેરી (IAS, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સભ્ય અફરોઝ અહમદ, પી પી સવાણી ગ્રુપના ડિરેક્ટર વલ્લભભાઈ સવાણી, જાણીતા નિર્દેશક અને નિર્માતા અરવિંદ બબ્બલ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સના સહ-સ્થાપક અને સહ-મુખ્ય કાર્યકારી અધિકારી ચિન્ટુભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકાના પ્રમુખ અજયભાઈ શાહ, ડૉ. એપીજે અબ્દુલ કલામના ભૂતપૂર્વ પીએસ હેરી શેરિડન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : વિચરણ સ્મૃતિદિનમાં શું હશે વિશેષ