ધર્મ

દિલ્હી અક્ષરધામમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી, હજારો ભાવિકો ઉમટ્યા

Text To Speech
  • વિશ્વ પ્રસિદ્ધ દિલ્લી અક્ષરધામમાં હજારો હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજને અર્પી અંજલી
  • બાળકો-યુવાનોએ સાંસ્કૃતિ કાર્યક્રમો થકી ગુરૂભક્તિ અદા કરી

સોમવારે દિલ્હી અક્ષરધામના સર્જક પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો.જેમાં કુલ 8 હજારથી વધુ ભક્તો ભાવિકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.”બીજાના ભલામાં આપણું ભલુ” એ પ્રમુખસ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું. લોકહિત માટે તેમણે 17 હજારથી વધુ ગામડામાં વિચરણ કર્યું, 2.5 લાખથી વધુ ઘરોમાં પધરામણી કરી ઘર પાવન કર્યાં, 7.5 લાખથી પણ અધિક પત્રો લખી ભક્તોના પ્રશ્નોનું સમાધાન કર્યું, 1 હજારથી વધુ સુશિક્ષિત યુવાનોને સાધુ કર્યા, દેશ-વિદેશના 1100થી પણ વધુ મંદિર તથા અક્ષરધામ જેવા સંસ્કૃતિનાં સ્મારકોને ભેટ આપી.

અક્ષરધામ પરિસરમાં હજારો ભાવિકો

પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિના સંવાદોની ઝાંખી કરાવી
સોમવારે સાંજે 6:00 વાગ્યે અક્ષરધામ પરિસરમાં ધૂન, પ્રાર્થના બાદ સંસ્થાના વરિષ્ઠ સંતોએ ઉત્સવનો મંગલદીપ પ્રગટાવ્યો હતો.અક્ષરધામ પરિસર કેસરિયા રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. મહોત્સવના આરંભમાં બાળકો દ્વારા “દિવ્યમ ભવ્ય ભવ્યાતિ ભવ્યમ” એ સ્વાગત નૃત્યના તાલે વાતાવરણને દિવ્ય બનાવી દીધું. ધર્મવત્સલ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિના સંવાદોની ઝાંખી કરાવી, ત્યારપછી મુનિવત્સલ સ્વામી અને અક્ષરવત્સલ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની વિશિષ્ટ કાર્યશૈલી પ્રસ્તુત કરી હતી.આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતા વિષે અનુભવેલા પ્રસંગો જણાવ્યા હતાં.

હરિભક્તોએ અર્પી ભાવાંજલિ

સુરત ખાતે બિરાજતા મહંતસ્વામીના વિશાળ સ્ક્રીન પર દર્શન
પ્રમુખસ્વામી મહારાજે કરેલી સેવાની ગાથા ગાતા સંવાદો અને નૃત્યોની સાંકળ પણ ઉર્જાપ્રેરક હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના મુખેથી વહેતી અક્ષરધામની અદ્ભુત ગરિમાગંગાએ સૌને વિશેષ આનંદથી છલકાવી દીધા. ઈશ્વરચરણ સ્વામીએ પ્રેરક વર્ષા વરસાવી પ્રમુખસ્વામી મહારાજના જન્મોત્સવ પર્વે સ્વામીનાં ચરણોમાં અહોભાવપૂર્વક વંદના કરી.કાર્યક્રમના અંતમાં સુરત ખાતે બિરાજતા મહંતસ્વામીના વિશાળ સ્ક્રીન પર દર્શન થયાં.

સુરતથી મહંતસ્વામી મહારાજે આપ્યા આશીર્વાદ

અક્ષરધામના ઉદ્ઘાટન સમયના વચનોની સ્મૃતિ કરવામાં આવી
મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું, “પ્રમુખસ્વામી મહારાજ મનથી અલિપ્ત હતા. તેઓ સદા માનતા કે બધું ભગવાન અને ગુરુ જ કરે છે અને એમના આશીર્વાદથી જ બધું થાય છે.ત્યારબાદ વિશાળ સ્ક્રીન પર જ પ્રમુખસ્વામી મહારાજના અક્ષરધામના ઉદ્ઘાટન સમયના વચનોની સ્મૃતિ કરવામાં આવી તેમાં તેઓએ જણાવ્યુ હતું કે અમે આ જે અક્ષરધામ બનાવ્યું છે એ કોઈને દેખાવ કરવા કે સ્પર્ધા માટે નથી કર્યું. ગુરુ યોગીજી મહારાજની આજ્ઞા અને ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપવા બધાના કલ્યાણ માટે કર્યું છે.

 

Back to top button