ગુજરાતમધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : યુવા સંસ્કાર દિનમાં શું હશે વિશેષ

અમદાવાદ 15 ડિસેમ્બરથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહોત્સવને ખુલ્લો મૂકાયો હતો. ત્યારે આ મહોત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તોની ભીડ રોજ ઉમટી પડે છે.

આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ: પ્રકૃતિ થકી જીવનના ઉપદેશ આપતું ‘પ્રમુખ જ્યોતિ ઉદ્યાન’ !

પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી પણ ઠેર ઠેર લાખો ભકતો ઊમટી રહ્યા છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજનગર ખાતે પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો પર નિર્ધારિત દિન વિશેષ ઉજવામાં આવી રહ્યા છે. જેમાં અલગ અલગ દિવસો વિશેષ કાર્યક્રમ દ્વારા ભક્તોને પ્રમુખ સ્વામીના જીવન સંદેશ વિશે માહીતી આપવામાં આવે છે. જે અંતર્ગત આજે પ્રમુખ સ્વામી નગરમાં યુવા સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવશે.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ - Humdekhengenews

યુવા સંસ્કાર દિનની ખાસ ઉજવણી

આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો આજે 20મો દિવસ છે. જેમાં આજે 03 જાન્યુઆરીના રોજ યુવા સંસ્કાર દિન ખાસ ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટા-મોટા મહાનુભાવો ઉપસ્થિત રહશે. તેમજ પ્રમુખ સ્વામી દ્વારા યુવા સંસ્કાર માટે આપવામાં આવેલ સંદેશ અને દર્શાવેલ માર્ગની રજૂઆત કરવામા આવશે. આ મહોત્સવમાં રોજ એક લાખથી વધુ ભાવિક ભકતો પ્રમુખસ્વામી નગર નિહાળવા પહોંચે છે.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ - Humdekhengenews

કહેવાય છે કે જે બાળપણ થી બાળકોમાં બીજ રોપાય છે તેવું જ ફળ મળે છે. માટે આ જે 16 થી 24 વર્ષની ઉંમરમાં બાળકો કોઈ ખોટી સંગતમાં ન આવે તે માટે પ્રમુખસ્વામીના જીવન દ્વારા સંદેશ મળે છે. તેમજ માતા-પિતાને રોજ પગે લાગવું તેમજ માતા-પિતાનો આદર કેવી રીતે કરવો, માતૃ દેવો ભવ:, પિતૃ દેવા ભવ: જેવા જીવનના મોટા સંદેશ અહીં મળે છે.

આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્વમાં 8 થી 10 લાખ પેકેજ છોડીને યુવકો કરે છે ટોયલેટ સાફ કરવાની સેવા

આ નગરમાં પ્રમુખસ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ ઉપરાંત દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકૃતિ રૂપ અક્ષરધામ, પાંચ પ્રદર્શન ખંડ તેમ જ ગ્લો ગાર્ડન, બાળનગરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતનાં વિવિધ જોવાલાયક સ્થળો ઊભાં કરવામાં આવ્યાં છે. ટ્રાફિક-પોલીસની સાથે સ્વયંસેવકો ઉપરાંત ખુદ સ્વામી પણ સાંજના સમયે ઊભા રહેતા હોય છે. ત્યાં સુધી કે ઓગણજ સર્કલ પાસે બેરિકેડ્સ મૂકીને વાહનોને વૈષ્ણોદેવી તરફ ડાઇવર્ટ કરવામાં આવે છે.

Back to top button