પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : આજે અધ્યાત્મ અને આરોગ્ય દિનની ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ
અમદાવાદને આંગણે ઉજવાઈ રહેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને આજે નવમો દિવસ છે. આજે પ્રમુખ નગરમાના અધ્યાત્મ અને આરોગ્ય દિનની ઉવણી કરવામાં આવશે. દેશ વિદેશમાં અધ્યાત્મિકતાનો સંદેશ પહોંચાડનાર પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દીના પ્રસંગે આજે અધ્યાત્મ અને આરોગ્ય દિન ઉજવવામાં આવશે.
આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવ : આદિવાસી ગૌરવ દિન, જાણો પ્રમુખ સ્વામી મહારાજે તેમના માટે શું કર્યું હતું ?
આજે ઉજવાશે અધ્યાત્મ અને આરોગ્ય દિન
અમદાવાદ ખાતે આવેલ પ્રમુખસ્વામી મહારાજ નગર એક મહિના સુધી અનેકવિધ કાર્યક્રમોથી ગૂંજતું રહે તેના માટે પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ નક્કિ દિવસોમાં અલગ અલગ વિષયો પર પ્રવચન આપવા માટે વિવિધ મહાનુભવો પણ ઉપસ્થત રહેતા હોય છે. અને તેમના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના કારણે આવેલ પરિવર્તનને લોકોને જણાવતા હોય છે. ત્યારે સૌથી મહત્વના એવા અધ્યાત્મ અને આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો :કોરોનાના કેસ વધતાં શતાબ્દી મહોત્સવમાં વિદેશથી આવતાં નાગરિકો માટે જરૂરી સૂચના
પ્રમુખસ્વામી મહારાજનો આરેગ્ય અને અદ્યાત્મને લગતા વિચારો લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હરિભક્તોને વિવિધ મહાનુભવો દ્વારા અધ્યાત્મ અને આરોગ્યના મહત્વ વિશે પ્રવચન આપવામા આવશે અને પ્રમુખસ્વામી મહારાજના અધ્યાત્મ અને આરોગ્ય વિશેના વિચારો ભક્તોને જણાવવામાં આવશે.
આ પણ વાચો : શતાબ્દી મહોત્સવનો આજે ઉજવાયો ‘સમરસતા દિન’ : મોહન ભાગવત સહિત ધારાસભ્યો પણ રહ્યાં હાજર
33 ભારતીય વાદ્ય સાથે ભક્તિ સંગીતની રજૂઆત કરાશે
આજે અધ્યાત્મ અને આરોગ્ય દિન નિમિત્તે ખાસ આદ્યાત્મિક સંગીત પણ રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર 19 દેશોના 150 યુવાનો તેમાં ભાગ લઈ રહ્યા છે. બીએપીએસના તાલીમબદ્ધ યુવકો 33 ભારતીય વાદ્ય સાથે ભક્તિ સંગીતની રજૂઆત કરશે. જેથી આ વિશેષ કીર્તન આરાધનાનો લાભ ભાવિકો લઈ શકશે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ આટલા લોકો લે છે મુલાકાતઃ મેનેજમેન્ટ અભ્યાસનો વિષય