પ્રમુખસ્વામી મહારાજ સેવાની ‘પરિભાષા’ હતાઃ સેવકો પણ તેમના રસ્તે
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની ખૂબ સેવા કરી છે. તેમણે સમર્પિત સ્વયંસેવકો પણ તૈયાર કર્યા છે. આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સેવા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.BAPS સંસ્થાના સ્વયંસેવકો સેવાનું જાણે કે જીવંત ઉદાહરણ હોય છે. અમદાવાદ ખાતે ઉજવાઇ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિદ્યમાન ગ્લો ગાર્ડન બનાવવામાં સ્વયંસેવકોની સેવા સૌ કોઇ માટે સેવાની પરિભાષા બની શકે તેમ છે.
ગ્લોગાર્ડન બનાવવો ખુબ અઘરૂ હતું
ગ્લો ગાર્ડન બનાવવા માટે સૌ પ્રથમ તો જ્યોતી ઉદ્યાનમાં શું કરવું છે તેના વિચારો કરવામાં આવ્યા ત્યારબાદ તેમાં પણ સ્પષ્ટતા થઇ અને પછી તેની ડિઝાઇનીંગની કામગીરી કરવામાં આવી. ગ્લો ગાર્ડનમાં રજૂ થનાર તમામ કથાનક વસ્તુઓની સુક્ષમતા ચકાસવામાં આવી, કયુ પ્રાણી કે કયુ પક્ષી કઇ રીતે વર્તન કરે છે તેનો અભ્યાસ કરી તે અનુરુપ ડિઝાઇન કરવામાં આવી અને ત્યાર બાદ શરૂ થઇ તેને બનાવવાની કામગીરી. સળીયાનો ઉપયોગ કરી ડીઝાઇન કરવામાં આવી. આ કામગીરી ખૂબ જ અઘરી હતી. દરેક સળિયા માપ પ્રમાણે વાળવાના હોય, વેલ્ડીંગ કરવાનું હોય અને ત્યાર બાદ પછી કલર કરવાની સેવા સ્વયંસેવકોએ ખૂબ જ ખંતપૂર્વક કરી હતી.
આ સેવા કરનારા મોટાભાગના સ્વયંસેવકો એવા હતા જેણે જીવનમાં ક્યારેય પણ સળીયા સાથે કામગીરી કરી ન હતી. પોતાના ઘરે કોઇને સળીયાના માપ પણ ખબર ન હોય તે લોકોએ આ સળીયા વાળવાની સેવા કરી હતી. સળીયાને કાપી, વાળી તેનું વેલ્ડીંગ કર્યા બાદ એના પર લાઇટીંગ લગાવવાની અને ત્યાર બાદ તેના પર કાપડ લગાવવાની કામગીરી કરવાની હતી. આ કામગીરી મહિલા સ્વયંસેવકોએ પોતાના ઘર પરિવાર અને પ્રોફેશન લાઇફના કામો સાથે કરી. આ વિષય વસ્તુના દરેક પાર્ટસના લાઇટીંગ માટે સંતોએ 2 મહિના સુધી રીસર્ચ કર્યુ. 18 હજાર લેમ્પ જોઇતા હતા. મોટા સીટીમાં તપાસ કરી તે મળે તેવી વ્યવસ્થા કરી. ગ્લો ગાર્ડનમાં અત્યારે દેખાઇ રહેલા કુલ 8 હજાર ફૂલોને કાપડ, લાઇટીંગ સહિતની કામગીરી કરવાની હતી. એક ફૂલ પાછળ દોઢ દિવસ જાય, ટૂંક સમયમાં કામ પતાવવાનું અઘરુ હતુ. સ્વયંસેવકોએ સતત છ મહિના સુધી થાક્યા વગર સેવા કરી છે.
જેમના હાથ નીચે 60 કર્મચારી તેમણે ચા બનાવી
ઓએનજીસીમાં સુપરિન્ટેન્ડન્ટ સુપરવાઈઝર અમૃતભાઇના હાથ નીચે 60 કર્મચારીઓ કામ કરે છે. પ્રમુખસ્વામી મહોત્સવની તૈયારી સમયે પદ પ્રતિષ્ઠાને ભૂલી જઈ તેમણે ચા બનાવી એક એક સ્વયં સેવકને સ્થળ પર જઈ ચા પીવડાવવાની સેવા કરી હતી.
ઇન્ટરનેશનલ ડિઝાઇનર કંપનીના માલિકે ટાઇલ્સ લગાવ્યા
પ્રિતેશભાઈ ઝાલા ઇન્ટરનેશનલ ડીઝાઇનર કંપનીના માલિક છે. એમેઝોન જેવી મોટી કંપનીઓ સાથે તેમનો બિઝનેસ ચાલે છે કંપનીનું કરોડોનું ટર્નઓવર છે. તેઓ પણ 14 ઓકટોબર થી શતાબ્દી મહોત્સવની સેવામાં આવી ગયા હતા. બાંધકામ વિભાગમાં બાથરૂમમાં ટાઇલ્સ લગાવવાની તેમણે સેવા આપી હતી. જેમણે કોઈ દિવસ તડકામાં કામ નથી કર્યું તેમણે અહીં આવીને એક બે દિવસ નહીં મહીંના સુધી સેવા કરવાની હતી જે ખૂબ અઘરું હતું.
ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકે ટ્રેક્ટર ચલાવ્યુ
હીમાંશુભાઈ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક છે. દિવાળીના સમયે તેમના મિત્રો પ્રમુખસ્વામી મહારાજ નગરની તૈયારી માટેની સેવામાં આવતા હતા ત્યારે તેઓએ પણ સેવા કરવાની ઈચ્છા વ્યકત કરી. તે સમયે ટ્રેક્ટર ડ્રાઈવરની ખૂબ જ આવશ્યક્તા હતી. તેમને ટ્રેક્ટર ચલાવતા આવડતું ન હતું. તો રાજકોટમાં એક ટ્રેક્ટર વાળા ભાઈ પાસે ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને આ રીતે સેવા આપી.
પ્રમુખ સ્વામી મહારાજે કરી છે ખુબ સેવા
1944માં અટલાદરા મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી મંદિર બાંધકામમાં સંતો અને હરીભક્તો સેવા કરી રહ્યા હતા. આ સેવામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ આ સમયે ચૂનો કરવાની સેવામાં કાર્યરત હતા. ચુનાની ગરમીના કારણે આખા શરીર પર લાલ ચાઠા પડી ગયેલા છતાં પણ ગુરુના વચને સેવા કરતાં રહ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ ભરૂચ બાજુ વિચરણ કરતાં હતા. તેઓ બીમાર પડતાં સમાચાર મોકલ્યા કે નારાયણદા આવી અને કથાવાર્તા કરે તો મંદવાડ દૂર થાય અને પ્રમુખસ્વામી મહારાજ ત્યાં ગયા ત્યારે શાસ્ત્રીજીએ જોયું તો તેમના શરીર પર લાલ ચાઠા પડી ગયા હતા તેથી શાસ્ત્રીજી મહારાજે શરીર હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા કે સારું થઈ જશે અને ચાઠાં મટી ગયા હતા.
આ પણ વાંચોઃ તણાવથી છુટકારો મેળવવા ભૂલથી પણ ન કરશો આ કામ, નહીતર…