ગુજરાતધર્મમધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ: પ્રકૃતિ થકી જીવનના ઉપદેશ આપતું ‘પ્રમુખ જ્યોતિ ઉદ્યાન’ !

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. તે સાથે આ શતાબ્દી મહોત્સવ 1 મહિના સુધી ચાલુ રહેશે. જેથી ભાવી ભક્તો તેનો લાહવો લઈ શકશે. 600 એકરની વિશાળ જમીન પર બનાવામાં આવી આ પ્રમુખનગરી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. અમદાવાદના આંગણે ઉજવાય રહ્યા આ શતાબ્દી મહોત્સવમાં અનેક જોવા લાયક પ્રદર્શનો છે. જેમાં અત્યારે સૌ કોઈના મુખે તમને સંભાળવા મળતું હશે પ્રમુખનગર ખાતે બાળનગરી જોવા લાયક છે. જેને ગ્લો ગાર્ડન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. તેમજ આ ગ્લો ગાર્ડનનામાં ઉભું કરવામાં આવેલ બુજો પ્રદર્શન પણ ખૂબ ચર્ચિત છે. તેમજ બાળકોને તો તેની ખાસ મુલાકાત કરાવી જ જોઈએ.

તો આજે આપણે પ્રમુખનગર ખાતે ઉભું કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન ન વાત કરીશું. આ જ્યોતિ ઉદ્યાન દિવસે જેટલું સુનાદ્ર લાગે છે તેના કરતા પણ રાત્રે અહી ઝળહળતી રોશની લોકોનું મન મોહી લે છે. આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું ઉદ્યાન છે. અહી રોશનીથી પ્રસ્તુત કરેલ 8300થી પણ વધુ પ્રસ્તુતિઓ આપણા જીવનને આધ્યાત્મિકતાથી ભરી દે છે. આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન 5 ભાગોમાં વહેચાયેલું છે. પ્રમુખ સ્વામીનો આ વૈશ્વિક સંદેશ, પ્રકૃતિની સેવા અને રક્ષા કરવાથી તે આપણી રક્ષા કરશે છે. આ સંદેશને અહી અલગ-અલગ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે. પ્રકૃતિના દરેક રૂપ દ્વારા આપણને એક સારી વ્યક્તિ બનવા માટેની પ્રેરણા આપે છે. જેમ કે સિંહ શોર્ય અને હિંમતની પ્રેરણા આપે છે, હરણ સતર્કતા, કીડીઓ એકતા અને સુહદયભાવ, ઊંટ સહિષ્ણુતા અને સતત કામ કરવાની પ્રેરણ આપે છે. મહારાણા પ્રતાપનો ચેતક હોય કે સુર્યમુખી ફૂલ, ગાય માતા હોય કે હાથી, હંસ હોય કે મોર, કે કમળ હોય આ દરેક પ્રકૃતિ માતાના દરેક અંશોમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. આ ઉદ્યાનથી પ્રકૃતિમાં શ્રદ્ધાની પ્રેરણા આપે છે આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ - humdekhengenews

આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘ગ્લો ગાર્ડન’, જાણો શું છે આની ખાસિયત…..

ભગવાનમા અવિચલ શ્રદ્ધા ધરાવતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોના મનમાં ભગવત શ્રદ્ધાનું સિંચન કર્યું છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિકો અને નેતાઓ દ્વારા ભગવત શ્રદ્ધાના વિવિધ ઉદગારોના દર્શન કરાવે છે આ ઉદ્યાન. તેમજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પવિત્ર શાસ્ત્રો પ્રત્યે પૂજ્ય ભાવ દર્શાવતા કહ્યું છે કે, શાસ્ત્રોમાં સંગ્રહિત જ્ઞાન માનવજાતિની રક્ષા અને માર્ગદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રમુખ જ્યોતિ ઉદ્યાનનો ગુરુમાં શ્રદ્ધા આ વિભાગ સાચા ગુરુમાં પ્રેરણા રાખવાનું ઉદેશ્ય આપે છે. સાચા આધ્યાત્મિકતા ગુરુ ભગવાન પાસે પહોચવાનો માર્ગ દર્શાવે છે. તેમજ મોક્ષના દ્વારા બને છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ - humdekhengenews

આ પણ વાંચો : જાણો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની એન્ટ્રીથી લઈ એક્ઝિટ સુધીની સમગ્ર વિગતો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અને ભારતના નિર્માણમાં યોગદાન આપનારા સંતો, નેતાઓનેપણ અહી યાડ કરવામાં આવ્યા છે. તેમજ એક ભારત સશક્ત ભારતનો સંદેશ અહી જોવા મળ છે. તેમજ અહીં એક વૈશ્વિક માળો બનવામાં આવ્યો છે. ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે, આપણું વિશ્વ એક માળો છે ભલે આપણે અલગ-અલગ પંખ અને પીંછા ધરાવતા હોયે. તેમજ ભલે ને દરેક દેશના ધ્વજ અને સંસ્થાપકો અલગ-અલગ હોય પરંતુ આપણે આ વૈશ્વિક માળાના પંખી છીએ. આપણી ધરતી જ આપણું ઘર છે અને બધા સાથે મળી જેની રક્ષા કરવી જોઈએ. સાથે જ તેનુ સન્માન કરવું જોઈએ. આવા વિવિધ સંદેશ સાથે આ ‘પ્રમુખ જ્યોતિ ઉદ્યાન’ બનાવામાં આવ્યું છે.

Back to top button