પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : આજે મહિલા દિન નિમિત્તે જાણો પ્રમુખ સ્વામી દ્વારા મહિલા સશક્તિકરણના ઉમદા કાર્યો
‘પ્રમુખસ્વામી નગર’ખાતે પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને વિવિધ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પ્રમુખસ્વામી નગરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનમાં અનેક મહિલાઓની મદદ કરી હતી અને મહિલાઓને આગાળ લાવવા માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા. ત્યારે આજે પ્રમુખ સ્વામી નગરમાં પણ અનેક મહિલા સ્વયંસેવકો અહી સેવા આપી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના મહિલાસશક્તિકરણના વિચારોને સમાજમાં ફેલાવવા માટે આજે પ્રમુખ સ્વામી નગરમાં મહિલા દિનનની ઉજવણી કરવામાં આવશે.
પ્રમુખ સ્વામી મહારાજે મહિલાઓ માટે કરેલા કાર્યો
18મી સદીમાં સમાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય એમ તમામ ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ દયનીય હતી. બાળલગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, વિધવાઓ પ્રત્યે તિરસ્કાર જેવી અમાનુષી પ્રથાઓએ મહિલાઓની હાલત
દબતર કરી હતી. શિક્ષણના અભાવને કારણે મહિલાઓ અંધશ્રદ્ધા અને વહેમની જાળમાં ફસાયેલી હતી.આવા સમયે આ ધાર પર ભગવાન સ્વામિનારાયણ અવતારી મહિલાઓના ઉત્કર્ષની જ્યોતિ પ્રગટાવી અને અંધકાર યુગમાં પ્રવર્તતા આ કુરિવાજોમાંથી ઉગારી મહિલાઓના જીવનમાં સત્સંગ અને ભક્તિના અજવાળા પ્રસરાવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ. સંસ્થાની મહિલા પ્રવૃત્તિઓ આયોજનબધ્ધ વિકાસ સાધ્યો છે. અભણ ગૃહિણીથી માંડીને ઉંચ્ચ પદવી મેળવનાર આધુનિક મનુનીઓ તેનાથી લાભાન્વિત થઈ છે. એટલું જ નહીં સ્વામીની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય કેવળ મહિલાઓ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર સમજ માટે ઉપકારક સાબિત થયું હતું.
પ્રમુખ સ્વામી નગરમાં મહિલાઓની સેવા
પ્રમુખ સ્વામી નગરમાં ઉજવાઈ રહેલા શતાબ્દી મહોત્સવમાં પુરુષ સ્વયં સેવકોની સાથે મહિલા સ્વયં સેવિકા પણ પુરુષ સમોવડી થઈ સેવા કાર્યમાં રત છે.આ મહોત્સવમાં ત્યારે અંહી 80000 જેટલા સ્વયં સેવકો પોતાનું ગુરુ ઋણ અદા કરી રહ્યા છે. આ મહોત્સવમાં અનેક સ્વયં સેવકો પોતાના પ્રોફેસન થી અલગ વિભાગમાં પણ સેવા આપે છે. જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ પણ સામેલ છે. બાંધકામ, ડેકોરેશન, થી લઈને ગ્લો ગાર્ડનમાં મૂકવામાં આવેલ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરવી,નર્સરીમાં વિવિધ ફૂલ-છોડની માવજત કરવી, બગીચામાં ફૂલ છોડ રોપવા, વગેરે નગરની બનાવવાની સેવાથી લઈને આજે મહોત્સવમાં સલામતી વ્યવસ્થા, પ્રેમવતી અને બુકસ્ટૉલનું સંચાલન વગેરે જેવા લગભગ તમામ વિભાગો મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ ગુરુરુણ અદા કરવા સેવા રત બન્યા છે. અંહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 27 જેટલી પ્રેમવતી ઉપહાર ગૃહ કાર્યરત છે, આ તમામ પ્રેમવતીઓનું સંચાલન 4000 જેટલી મહિલા સ્વયં સેવિકાઓ દ્વારા કરવામાં આવે છે. એમ નગરમાં 2 એવાપ્રદર્શન ખંડો છે જે સંપૂર્ણ બાલિકાઓ, યુવતીઓ અને એક મહિલાઓ દ્વારા કાર્યરત છે, તેમજ તેમાં જે કૃતિઓ રજૂ કરવામાં આવેછે તે પણ મહિલાઓ, યુવતીઓ અને બલિકાઓ દ્વારા કરવામાં આવે છે. આ મહોત્સવમાં સેવા કરતાં મહિલા સ્વયં સેવિકાઓમાં વિવિધ પ્રકારની સ્કિલનો વિકાસ થશે.
BAPS દ્વારા મહિલા ઉત્કર્ષની વિવધ પ્રવૃત્તિઓ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિવિધ દ્વારા વિવિધ ગામો, શહેરોમાં મહિલા સભા, યુવતી-કિશોરી સભા અને બાલિકા સભાઓ દ્વારા અધ્યાત્મ સાથે મહિલા ઉત્કર્ષની વિવધ પ્રવૃત્તિઑ કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજ ની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરમસદ અને રાંદેસણ ખાતે દિકરીઓના સર્વાંગી વિકાસ અને સંસ્કાર યુક્ત શિક્ષણની ચિંતા કરતાં વિદ્યામંદિરની સ્થાપન કરવામાં આવી છે. બીએપાએસ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખ દ્વારા મહિલાઓ દ્વારા દર મહિને પ્રેમવતી નામનું મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે. તેમજ યુવતીઓ માટે રાંદેસણ ખાતે યુવતી તાલીમ કેન્દ્રની પણ સ્થાપન કરવામાં આવી છે. આ સિવાય વિવધ અધિવેશનો, સંમેલનો, શિબિરો, મહોત્સવ દ્વારા મહિલાઓની સર્વાંગી પ્રતિભાને ખિલાવવામાં આવે છે.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજની એક હાંકલમાં હજારો સ્વયંસેવકોની ફૌજ સેવા માટે ખડેપગે રહેતી