પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : આજે ઉજવાશે સંસ્કાર અને શિક્ષણ દિન, જાણો શું હશે ખાસ
અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમા પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે સંસ્કાર અને શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ આટલા લોકો લે છે મુલાકાતઃ મેનેજમેન્ટ અભ્યાસનો વિષય
આજે સંસ્કાર અને શિક્ષણ દિનની ઉજવણી
આજે પ્રમુખ સ્વામી નગરમાં સંસ્કાર અને શિક્ષણ દિનની ઉજવણી કરવામા આવી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના મહત્વના એવા બે કાર્ય વિશેની આજે ઉજવણી કરવામાં આવશે .“The Heart of Education is The Education of The Heart”ની ભાવના સાથે, પ્રમુખસ્વામી મહારાજે BAPS સંસ્થા દ્વારા વિશ્વને બાળકોને સંસ્કાર અને શિક્ષણ અર્પવાની આગવી રીત જણાવી હતી. તેઓએ બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનો સમન્વય કરવા માટેની દિશા બતાવી હતી. આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંસ્કાર અને શિક્ષણ દિનની ઉજવણી કરી પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશ લોકો સુધી પહોંચાડમાં આવશે. આજે સાંજે 5 થી 7:30 સુધી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે સંધ્યા સભા પણ યોજાશે. આજના આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહીને ભાવિકોને સંસ્કાર અને શિક્ષણ વિશે વ્યાખ્યાન આપશે. તેમજ પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આ પણ વાંચો : શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘સેવા દિન’ : જાણો પ્રમુખસ્વામી મહારાજે કરેલા ભગીરથ કાર્યો વિશે
ગઈ કાલે પારિવારિક એકતા દિન ઉજવાયો હતો
ગઈ કાલે પ્રમુખસ્વામી નગરમાં પારિવારિક એકતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ સ્વામી મહારાજે 2,50,000કરતાં વધુ ઘરોમાં જઈને પારિવારિક એકતા દૃઢ કરાવી હતી. જેથીગઈ કાલે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર્વે બી. એ. પી. એસ. દ્વારા વિરાટ ‘પારિવારિક શાંતિ અભિયાન’યોજાયું હતું. તેમજ કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમાં ગુજરાતના કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, MLA અમિતભાઈ ચાવડા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ શક્તિસિંહભાઈ ગોહિલ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનન્દજી મહારાજ, ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વગેરે ઉપસ્થિત કરહ્યા હતા.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રેકોર્ડબ્રેક લોકો પહોંચ્યા, આંકડો જાણી રહેશો દંગ