પ્રકાશ સિંહ બાદલ પંચ તત્વોમાં વિલીન થયા, ભીની આંખે લોકોએ આપી વિદાય
પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિરોમણી અકાલી દળ (SAD)ના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે આઠ વાગ્યે 95 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પૈતૃક ગામ બાદલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન માટે ભીડ જામી હતી. પ્રકાશ સિંહ બાદલને તેમના પુત્ર સુખબીર બાદલે અંતિમ સંસ્કાર આપ્યા હતા.
#WATCH | Punjab: Last rites of Shiromani Akali Dal patron Parkash Singh Badal were performed with full state honours in Lambi. pic.twitter.com/feMXnlw69L
— ANI (@ANI) April 27, 2023
પોલીસ ટુકડીએ અંતિમ સલામી આપી હતી
પ્રકાશ સિંહ બાદલની અંતિમ વિધિમાં પોલીસની વિશેષ ટુકડીએ બાદલને અંતિમ સલામી આપી હતી.
પિતાના મૃતદેહને ગળે લગાવીને સુખબીર રડી પડ્યા
અંતિમ સંસ્કાર પહેલા સુખબીર બાદલ અને તેમની બહેન તેમના પિતાના મૃતદેહને ગળે લગાવીને લાંબા સમય સુધી રડ્યા હતા.
#WATCH | BJP President JP Nadda today paid last respects to Shiromani Akali Dal patron Parkash Singh Badal at Lambi in Punjab pic.twitter.com/sp0hpSqD5O
— ANI (@ANI) April 27, 2023
સીએમ માન અને રાજ્યપાલ હાજર રહ્યા
પંજાબના સીએમ ભગવંત માન અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
#WATCH | People continue to pay their last respects to Shiromani Akali Dal patron Parkash Singh Badal at Lambi village in Punjab pic.twitter.com/SqHLRYXcuW
— ANI (@ANI) April 27, 2023
નડ્ડાએ કહ્યું- અમે બાદલ પાસેથી ઘણું શીખ્યા
પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ જેપી નડ્ડાએ કહ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે પ્રકાશ સિંહ બાદલ હવે અમારી વચ્ચે નથી. તેઓ નેતા ન હતા, રાજકારણી હતા. તેમણે સમાજમાં શાંતિ અને ભાઈચારો સ્થાપિત કરવા માટે પોતાનું યોગદાન આપ્યું. અમે તેની પાસેથી ઘણું શીખ્યા.
#WATCH | "It is very saddening that Parkash Singh Badal is not among us anymore. He was not a politician, he was a statesman. He contributed his life towards establishing peace and brotherhood in the society. We learned a lot from him…," says BJP President JP Nadda at Lambi in… pic.twitter.com/wrFGLYyQiT
— ANI (@ANI) April 27, 2023
આઝાદીના વર્ષમાં રાજકારણમાં પગ મૂક્યો
પ્રકાશ સિંહ બાદલે 1947માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1957માં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી. 1969માં પ્રકાશ સિંહ બાદલ ફરી ધારાસભ્ય બન્યા. જ્યારે પ્રકાશ સિંહ બાદલ 1970-71, 1977-80, 1997-2002 સુધી પંજાબના મુખ્યમંત્રી હતા. તે જ સમયે, 1972, 1980 અને 2002 માં, વિપક્ષના નેતા પણ હતા. પ્રકાશ સિંહ બાદલ સંસદ સભ્ય અને કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. 1 માર્ચ, 2007 થી 2017 સુધી, તેમણે બે વખત મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી.
આ પણ વાંચો : શરદ પવારનું ચોંકાવનારૂં નિવેદન, રાજકારણમાં ખળભળાટ મચી ગયો