ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

‘ગાડી તો ઠોકાય હવે, બહુ ટેન્શન નહીં લેવાનું’..પ્રજ્ઞેશ પટેલના આ શબ્દો સાંભળી તમારું પણ લોહી ઉકળી જશે

Text To Speech

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભા રહેલા લોકોમાંથી 9 વ્યક્તિઓને જેગુઆર કારથી કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત એક ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઇ છે.જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યો છે. જેમાં તે પોતાના છોકરાની ભૂલ સ્વીકારવાને બદલે “19 – 20 વર્ષના છોકરાઓથી આવુ કોઈક વાર થઈ જાય’ તેવું કહી રહ્યો છે.

વાયરલ ઓડિયોની પોલીસે હાથ ધરી તપાસ

સોશિયલ મીડિયામાં વહેતી થયેલી પ્રજ્ઞેશ પટેલની આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જે બાદ અમદાવાદ પોલીસે આ ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.

જાણો આ વાયરલ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ પટેલે શું કહ્યું

સોશિયલ મીડિયામાં વાયરલ આ ઓડિયોમાં પ્રજ્ઞેશ પટેલ કોઈ અજાણ્યા માણસને કહી રહ્યો છે કે “19 – 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ”

અમદાવાદ અકસ્માત -humdekhengenews

લોકોમાં જોવા મળ્યો રોષ 

આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલેને દિકરાની કરતૂતનો કોઈ અફસોસ નથી તેવું જણાઈ રહ્યું છે.

પ્રજ્ઞેશ પટેલે હજુ પણ જેલમાં જ રહેવું પડશે

પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે આગામી સુનાવણી ન  થાય ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અક્સમાત: તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી જેલમાં જ રહેવું પડશે, જાણો કારણ 

Back to top button