G-20 બેઠકની તૈયારીઓની સમીક્ષા માટે પ્રફુલ્લ પટેલ દીવ પહોંચ્યા
દીવમાં વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવા, વિવિધ પ્રોજેક્ટના અમલીકરણને વેગ આપવા અને આગામી મે મહિનામાં દીવમાં યોજાનારી G-20ની બેઠકની સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુનિયન પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવના પ્રવાસે છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના નાગરિકોને કોરોના વેક્સિન પ્રત્યેની બેદરકારી ભારે ના પડે સારું
તમામ તૈયારીઓની યોગ્ય સમીક્ષા કરાઇ
આ ક્રમમાં, G-20 બેઠકના સફળ આયોજન માટે જરૂરી તમામ તૈયારીઓની યોગ્ય સમીક્ષાને ધ્યાનમાં રાખીને, માનનીય પ્રશાસક અને દિલ્હીથી આવેલી G- 20 ટીમ અને તેના વડા સંયોજક હર્ષવર્ધનજીએ ઘોઘલા સર્કિટ હાઉસ, ઘોઘલા બીચ, દીવ કિલ્લો, INS ખુકરીની મુલાકાત લીધી યુડપોટ, ધ ફર્ન લક્ઝરી સીસાઇડ રિસોર્ટ, નાગવા ટેન્ટ સિટી, નાગવા બીચ, રાધિકા રિસોર્ટ, એરપોર્ટ, ફુદુમ ગંગેશ્વર મંદિર, એજ્યુકેશન હબ અને નાયડા ગુફાની મુલાકાત લીધી. માનનીય પ્રશાસકે સંબંધિત અધિકારીઓને તેમના સંબંધિત તમામ કાર્યોની અસરકારક અને ગુણવત્તાયુક્ત અમલવારી માટે જરૂરી નિર્દેશો, સૂચનો અને માર્ગદર્શિકા આપી હતી.
આ પણ વાંચો: ગુજરાત: કોર્પોરેશનની આ બિલ્ડિંગમાં 3 તકતીઓ લાગી, કારણ છે રસપ્રદ
વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા
પ્રશાસકના સલાહકાર ગૌરવસિંહ રાજાવત, ડી.એ. સત્ય, મુખ્ય વન સંરક્ષક રાજકુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક મલિન્દ મહાદેવ, દીવ જિલ્લા કલેક્ટર ફરમાન બ્રહ્મા, પોલીસ અધિક્ષક મણિભૂષણ સિંઘ, નાયબ કલેક્ટર ડો.વિવેક કુમાર, મામલતદાર ધર્મેશ દમણિયા અને ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.