ગુજરાતટોપ ન્યૂઝ

ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે પ્રદિપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું!, જાણો વધુ

ભાજપમાં છેલ્લા થોડાં દિવસોથી નવી નવી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આ દરિમાયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધું છે. ગુજરાત ભાજપના મોટા નેતાએ રાજીનામુ ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખટભળાટ મચી ગયો છે.

પ્રદિપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામુ

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધું છે. મહત્વનું છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી રાજીનામાની ચાલી રહેલી ચર્ચા વચ્ચે છેવટે પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધું હાવાની વિગતો સામે આવી છે. ગુજરાત ભાજપમાં થોડા દિવસોથી મહામંત્રી પદ પર રહેલા નેતા પ્રદીપસિંહ વાઘેલાના નામને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી આ અંગે આજે પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, તેઓએ 7 દિવસ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જણાવ્યું છે.તેમજ કમલમ માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ની વાત સદંતર ખોટી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જો કે તેમના રાજીનામાના સ્વીકાર અંગે હજુ પાર્ટી તરફથો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ : પ્રદિપસિંહ વાઘેલા

વધુમાં તેઓઅ જણાવ્યું હતુ કે મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે.

આ કારણે આપ્યું રાજીનામુ

બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પ્રદીપસિંહ વાઘેલાના કમલમમાં પ્રેવશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે પછી આજે તેમના રાજીનામાની વાતો પર પૂર્ણવિરામ લાગી ગયો છે. ચર્ચાએ જોર પકડતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.જાણકારી મુજબ જમીન કૌભાંડને લઈ ભાંડો ફૂટતા રાજીનામું લેવાયું છે. પાર્ટીમાં કૌભાંડની અને અનેક બીજી ફરિયાદ મળી હતી, જેમાં અમુક પાર્ટીના નેતા અને કાર્યકરોને અવગણનાની ફરિયાદ પણ મળી હતી. તેમજ કૌભાંડમાં તેમની સાથે અમદાવાદ ભાજપના અનેક લોકો સામેલ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અગાઉ ભાર્ગવ ભટ્ટનું પણ રાજીનામું લેવાયું હતું

નોંધનીય છેકે, અગાઉ ભાર્ગવ ભટ્ટનું પણ રાજીનામું લેવાયું હતું. જેમાં પણ કોઈ પણ વિગતો સામે આવી નથી.

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર, જાણો આજે ક્યાં પડશે વરસાદ ?

Back to top button