ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજાઈ, મહાપુરૂષોની પ્રતિમાઓનુ સન્માન કરાયુ

Text To Speech

પાલનપુર, 6 ડિસેમ્બર 2023, ડીસા હોમગાર્ડ કચેરી દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે મંગળવારે પ્રભાત ફેરી યોજાઇ હતી. જેમાં શહેરમાં આવેલા મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કર્યા બાદ તેને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યા હતા.

હોમગાર્ડ કચેરી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
પાલનપુર હોમગાર્ડ કચેરી દ્વારા ડીવાયએસપી અને ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ એમ.બી. વ્યાસની સુચના મુજબ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા.3 થી 6 સુધી ડીસા હોમગાર્ડ કચેરી ખાતે પરેડ તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂવાર વહેલી સવારે ઓફિસર કમાન્ડિંગ એસ.કે. પંડ્યા આગેવાની હેઠળ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતેથી પ્રભાતફેરી યોજવામાં આવી હતી. આ પ્રભાતફેરી કચેરીથી નીકળી ગાંધીજીની પ્રતિમા, ફુવારા સર્કલ, બગીચા સર્કલ, આંબેડકર પ્રતિમા વગેરે મહાપુરુષોની પ્રતિમાઓને ફુલહાર પ્રભાતફેરી કચેરી ખાતે સમાપન કરાઇ હતી.

 

Back to top button